________________
અલેકઝાન્ડ્રિયા તરફ
ઍફનુશિયસ એ આખી રાત ઊંદયો નહિ. મળસકું થવા આવતાં તેને એક દૃશ્ય દેખાયું: થાઈ તેની સામે ઊભી હતી. પરંતુ આ વખતે તેના મોં ઉપર કામવિલાસનો પાપી આનંદ છવાઈ રહ્યો ન હતો, કે ન તો તેણે રિવાજ મુજબ પારદર્શક કપડાં પહેર્યા હતાં; તેણે તો કફન જેવું કાળું કપડું ઓઢયું હતું, અને તેનું માં એટલું બધું ઢાંકેલું હતું કે, પ્રેફનુશિયસને તેની બે આંખો જ દેખાતી હતી. તે આંખોમાંથી આંસુનાં મોટાં સફેદ બિંદુઓ ઢળકતાં હતાં.
આ દૃશ્ય જોતાં જ પેફનુશિયસનું દિલ આજંદ કરી ઊઠયું. તેને ખાતરી થઈ ગઈ કે, આ દૃશ્ય ઈશ્વરે જ મોકલ્યું છે.
જરા પણ દ્વિધામાં રહ્યા વિના હવે તે ઝટ ઊઠીને ઊભો થયો. તેણે ખ્રિસ્તી ધર્મના ચિહનરૂપ પોતાનો દંડો હાથમાં લીધો અને ઝુંપડીની બહાર નીકળી તેનું બારણું વાસી દીધું; જેથી રણપ્રદેશનાં જાનવરો કે હવામાં ઊડતાં પંખીઓ અંદર પેસીને તેની પથારીને ઓશિકે કાયમ રહેતા પવિત્ર ધર્મગ્રંથને અપવિત્ર ન કરે. પછી તેણે પોતાના મદદનીશ ફલેવિયનને બોલાવ્યો. તે ભારે શાસ્ત્ર પંડિત હતો તથા સારો પ્રવક્તા હતો. તેને, પોતાની ગેરહાજરીમાં, પોતાના તેવીસ શિષ્યો ઉપર અધિશાસન સોંપી, શરીર ઉપર એક લાંબો કાળો જબ્બો ઓઢી, ઍફનુશિયસે પોતાના મઠની વિદાય લીધી.
તેણે નાઈલ નદી તરફ ચાલવા માંડ્યું. તેનો ઇરાદો તે નદીને કિનારે કિનારે ઝટપટ અલેક્ઝાન્ડ્રિયા પહોંચવાનો હતો. પ્રભુકાર્યમાં
૨૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org