________________
ભલો સાધુ પૅલેમૉન
૧૯ “ભાઈ પૅલેમોન, તો શું તમે મારી યોજના સાથે સહમત થતા નથી?” ઑફનુશિયસે આતુર ભાવે પૂછયું.
“ભાઈ ફશિયસ, તમારા જેવા ધર્મ-બંધુની બાબતમાં બદઇરાદાનો વહેમ લાવું, તો ઈશ્વર મને સજા કરે. પણ પિતાજી ઍન્થનીએ એમ પણ કહ્યું હતું કે, ‘માછલાં જેમ સૂકી જમીન ઉપર મરી જાય છે, તેમ જે સાધુઓ પોતાની ઝૂંપડી છોડી સંસારી મનુષ્યોમાં ભળવા જાય છે, તેમનું પણ થાય છે. કારણ કે, સંસારી મનુષ્યોમાં એક સારી વાત હોતી નથી.”
આટલું કહી, એ બુઢ્ઢો માણસ ફળથી લચી ગયેલા અંજીરના ઝાડની આસપાસ કોદાળી વડે પાછો ખોદવા લાગી ગયો. તે એ કામે લાગ્યો હતો, એટલામાં બાજુનાં ઝાડવાં તરફ કશો સળવળાટ થતો સંભળાયો. એક હરણું બગીચાની વાડ ઠેકીને અંદર આવ્યું, અને બુટ્ટા પેલેમોન પાસે દોડી જઈ, તેણે પોતાનું મનોહર માથું, તેમની છાતી ઉપર ઢાળી દીધું.
રણ-વેરાનનાં આ હરણાં ઈશ્વરની કેવી યાદ અપાવે છે!” એટલું બોલી પેલેમોન પોતાની ઝૂંપડીમાં ગયો. પેલું હરાણું પણ નાજુક પગે ઠેક ઠેકતું તે તરફ વળ્યું. બુઢ્ઢો અંદરથી કાળી રોટી લઈ આવ્યો, જે પેલું તેના હાથમાંથી સીધું ખાવા લાગ્યું.
ઍફનુશિયસ થોડો વખત વિચારમાં પડી જઈ, પોતાના પગ પાસેના પથરાઓ ઉપર આંખો સ્થિર કરી ઊભો રહ્યો. પછી પોતે સાંભળેલી વાત ઉપર વિચાર કરતો તે પોતાની ઝૂંપડીએ પાછો ફર્યો. રસ્તામાં તેના મનમાં ભારે ગડમથલ મચી રહી હતી :
એ બુઢ્ઢો તપસ્વી સારી સલાહ આપે છે, તે સમજદાર છે. મારો ઇરાદો ડહાપણભર્યો છે, એવું તે માનતો લાગતો નથી. છતાં થાઈને જકડી રાખનાર સંતાનના પંજામાં તેને હજુ જકડાયેલી રહેવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org