________________
ભલો સાધુ પૅલેમૉન
૧૭. આપણાં અંતરને પીડતી ઉદ્ડ વાસનાઓથી તે આપણને સુરક્ષિત રાખે તે માટે પણ, ભાઈ, આપણે તેની સ્તુતિ કર્યા કરવી જોઈએ. એ વાસનાઓ જ્યારે આપણામાં વ્યાપી રહે છે, ત્યારે આપણે પીધેલા ઉન્મત્ત માણસ જેવા બની જઈએ છીએ અને સતત આમથી તેમ અડબડિયાં ખાઈએ છીએ.
“કેટલીક વાર એ વાસનાઓ માણસને અનોખી લહેરમાં ઉછાળી નાખે છે. તેવો માણસ પછી પોતાનાં ખડખડાટ હાસ્યોથી વાતાવરણને ગજવી મૂકે છે. એ જૂઠો આનંદ પાપીને બધી જાતનાં દુષ્કૃત્યો કરવા તરફ દોરી જાય છે.
પરંતુ કેટલીક વખત અંતરાત્મા તથા ઇંદ્રિયોના એ વિકારો આપણને ઘેરી ખિન્નતામાં પણ ગરકાવ કરી દે છે; અને એ ખિન્નતા તો પેલા ઉન્મત્ત આનંદ કરતાં પણ વધુ ભયંકર વસ્તુ છે. ભાઈ પૅફશિયસ, હું તો એક પામર પાપી માણસ છું. પરંતુ મેં મારા દીર્ધા જીવનમાં જોયું છે કે, એ ખિન્નતા જેવો તપસ્વીનો બીજો કોઈ ખરાબ દુશ્મન નથી. મારો કહેવાનો અર્થ એ છે કે, એ હઠીલી ખિન્નતા અંતરાત્મા ઉપર ધૂમસની જેમ છાઈ રહે છે, અને ઈશ્વરના પ્રકાશને પ્રગટતો રોકે છે. એના જેવું મુક્તિનું ઘાતક બીજું કાંઈ નથી. સેતાન જો આપણને માત્ર સુખપૂર્ણ ઉજજવળ આકર્ષણો જ મોકલી શકતો હોત, તો તો આપણે અત્યારે તેનાથી બીએ છીએ તેના કરતાં અર્ધા પણ બીતા રહેવું ન પડત. - “આપણા પિતા-ગુરુ સંત ઍન્થની જ્યારે આપણી વચ્ચે રહેતા હતા, ત્યારે મને તેમનો પરિચય હતો. તે પોતાના શિષ્યો સાથે હંમેશ ખુશમિજાજથી રહેતા; તેઓ કદી ખિન્નતાને વશ થતા નહિ. પણ ભાઈ, તમે તો તમારા મનમાં ઘડેલી કોઈ યોજનાની વાત મને સંભળાવવા આવ્યા છો, ખરું ને? તેને બદલે હું જ ગાંડુંઘેલું બધું તમને સંભળાવવા લાગી ગયો ! હવે ભાઈ, મને મૂરખને તમારી યોજના
ત.-૨ Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org