________________
ध्यायतो विषयान् पुंसः
૧૫ અંગોનું નહિ! હું આ સ્ત્રીનો કંઈકે વિચાર કરું છું, તે એ કારણે કે, એ તારી કૃતિ – તારું સર્જન છે. હે પ્રભુ, એ સ્ત્રી પણ તારા મુખની ફૂકથી સજીવ નથી બની? તારું એ અનોખું સર્જન અનેક નાગરિકો અને અજાણ્યાઓને લોભાવતું અને તેઓની સાથે પાપ આચરતું ન રહો! મારા હૃદયમાં તે યુવતી માટે મહાઅનુકંપા ઊભરાઈ રહી છે. તેના તિરસ્કાર-પાત્ર દુરાચારોની કલ્પના કરતાં પણ મારું લોહી થીજી જાય છે. અરેરે ! જમડાઓ તેને શાશ્વત કાળ માટે કેટલી કેટલી યાતનાઓમાં તાવશે! મારું અંતર એ વાતનો વિચાર કરતાં ભાગી પડે છે.”
ધીમે ધીમે મૃદુ પુછપશય્યા ઉપર આડી પડેલી, સૌંદર્ય-રાણી થાઈની આકૃતિ તેની સમક્ષ સાકાર થવા લાગી. અચાનક ઑફનુશિયસે પોતાના પગ આગળ એક નાના શિયાળને સૂતેલું જોયું. એ જોઈને તેને ખૂબ નવાઈ લાગી; કારણ કે તેની ઝૂંપડીનું બારણું સવારથી બંધ જ હતું. એ પ્રાણી જાણે મહંતના વિચારો વાંચી શકતું હોય તેમ, કૂતરાની પેઠે પોતાની પૂંછડી પટપટાવતું હતું. ઍફનુશિયસે ગભરાઈને તેની સામે ક્રૂસની મુદ્રા કરી, તેની સાથે જ એ પ્રાણી અલોપ થઈ ગયું.
ત્યારે તેને ખબર પડી કે, પહેલી વાર સેતાન તેની કોટડીમાં પ્રવેશવા શક્તિમાન થયો હતો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org