________________
૧૮
તપસ્યા અને નિગ્રહ કહી સંભળાવો,– કારણ કે, તમે કહો છો તેમ, તે યોજના ઈશ્વરની સુકીર્તિ વધારવા અર્થે જ હશે.”
ભાઈ પૅલેમૉન, હું જે કંઈ યોજના રજૂ કરું છું, તે ખરેખર ઈશ્વરની સુકીર્તિ અર્થે જ છે. એટલે તમે તમારી સલાહ-સૂચનથી મારા નિરધારને સુદૃઢ બનાવજો. તમે ઘણી ઘણી સૂક્ષ્મ બાબતો જાણો છો, તથા પાપ તમારા ચિત્તની નિર્મળતાને કદી કલુષિત કરી શકતું નથી.”
ભાઈ પૈફનુશિયસ, હું તો તમારા જોડાની દોરી છોડવા માટે પણ લાયક નથી; અને મારાં પાપો તો આ રણની રેતીના કણ કરતાં પણ અસંખ્ય છે. પરંતુ, હું ઘરડો માણસ છું, એટલે મારા અનુભવમાંથી કાંઈ મદદ તમને આપી શકાતી હશે, તો પાછો નહીં
પડું.”
“તો ભાઈ પૅલેમૉન, હું તમારા ઉપર વિશ્વાસ મૂકીને મારા મનની વાત કહી દઉં: એલેકઝાન્ડ્રિયામાં રહેતી થાઈ નામની ગણિકા પાપાચારમાં જ જીવી રહી છે, અને લોકોને માટે પણ પાપનું દ્વાર બની રહી છે. તેનો વિચાર કરતાં મને ખરેખર બહુ ખેદ થાય છે.”
ભાઈ પૅફનુશિયસ, ખરેખર, એ મહા-પાપને તો જેટલું વખોડીએ તેટલું ઓછું. બિન-ધર્મીઓમાં એવી કેટલીય સ્ત્રીઓ એ જાતનું
જીવન જીવતી હોય છે. તો, એ કારમા અનિષ્ટને સુધારવાનો કોઈ ઉપાય તમે વિચારી કાઢયો છે શું?” ' “ભાઈ પૅલેમૉન, હું અલેક્ઝાન્ડ્રિયા જઈ, એ સ્ત્રીને મળીને, ઈશ્વરની કૃપાથી તેનો હૃદયપલટો કરવા માગું છું. મારા એ નિરધાર સાથે તમે સહમત થાઓ છો?”
ભાઈ પૅફનુશિયસ, હું તો એક કંગાળ પાપી માણસ છું; પરંતુ આપણા પિતા-ગુરુ સંત ઍન્થની કહેતા કે, “તમે જે જગાએ હો, ત્યાંથી બીજે જવા ઉતાવળા ન થતા.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org