________________
ભલે સાધુ પેલેમાન
બીજી સવારે, ફશિયસ પોતાનાં પૂજા-પાઠ પરવારીને, થોડે દૂર રહેતા પૅલેમૉન નામના એક વૃદ્ધ સાધુની મુલાકાતે જવા નીકળ્યો. પૅલેમોન પોતાની હંમેશની રીત મુજબ, શાંતિથી, ધીમે ધીમે મરકતે ચહેરે, પોતાની નાનીશીક વાડીની જમીન ખોદતો ગોડતો હતો.
ઈશ્વરનો જય થાઓ! ભાઈ પૈફનુશિયસ,” પેલેમોને કોદાળીને ટેકે ઊભા રહી તેનું સ્વાગત કર્યું.
“ઈશ્વરનો જય થાઓ! ભાઈ, તમને શાંતિ પ્રાપ્ત થાઓ!” ઍફનુશિયસે જવાબ આપ્યો.
તમે પણ ભાઈ એવી જ શાંતિ પામો,” એમ કહી, પેલેમોને કપાળ ઉપરથી પોતાની બાંય વડે પરસેવો લૂછી નાખ્યો.
ઍફનુશિયસે કહ્યું, “ભાઈ પૅલેમૉન! આપણી બધી વાતચીત ઈશ્વરને અર્થે જ હોવી જોઈએ; કારણ કે, ભગવાનને નામે જ્યાં
જ્યાં બે કે ત્રણ જણ ભેગા થાય છે, ત્યાં પોતે પણ હાજર રહેવાનું ભગવાનનું બિરુદ છે. હું પણ મહાન ઈશ્વરની સુકીર્તિ વધે એવી એક યોજનાની વાત કરવા જ તમારી પાસે આવ્યો છું.”
ભાઈ પૅફશિયસ, ઈશ્વર તમારી યોજના ઉપર આશીર્વાદ વરસાવો – જેમ તે મારી આ વાડી ઉપર દર સવારે ઝાકળરૂપે પોતાની કૃપા વરસાવે છે, જેથી મને મબલક તડબૂચ અને કાકડી પ્રાપ્ત થાય છે. તેમની તે કૃપાળુતાનાં ગુણગાન નિરંતર હું ગાઉં છું.
૧૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org