________________
૧૦
તપસ્યા અને નિગ્રહ સ્વર્ગના ફિરસ્તાઓ જુવાનોનું રૂપ ધરી, હાથમાં દંડવાળા મુસાફરો તરીકે આ તપસ્વીઓની મુલાકાતે આવતા. બીજી બાજુ અસુરો યુથોપિયાના વતનીઓનાં કે જાનવરોનાં રૂપ લઈ, તેમનું પતન સાધવા, તેમની ઝુંપડીઓની આસપાસ ભટક્યા કરતા. સવારના જયારે સાધુઓ ઝરણામાં પોતાનો ઘડો ભરવા જાય, ત્યારે તેઓ રેતીમાં પડેલાં તેમનાં પગલાં જોતા. થિÁદની ભૂમિ, આમ, સર્વ કાળ, અને ખાસ કરીને રાતે, સ્વર્ગ અને નરક, દેવ અને અસુર વચ્ચેના તુમુલ યુદ્ધનું રણક્ષેત્ર બની રહેતી. * તપસ્વીઓને અસુરો કેવાય મનોહર રૂપો ધારણ કરીને પણ દેખા દેતા;- જોકે, અસુરો આમ તો બહુ કદરૂપા હોય છે! પરિણામે, થિબૈદના તપસ્વીઓને પોતાની ઝૂંપડી-કોટડીઓમાં કોઈ કોઈ વાર કામભોગના એવા ઉન્માદક આભાસો કે અનુભવો પ્રાપ્ત થતા, જેવા તે જમાનાના ભોગવિલાસી લોકોને કદી કલ્પનામાં પણ આવ્યા ન હોય. તપસ્વીઓ તે આભાસો સામે ઈશ્વર અને ફિરસ્તાઓની મદદથી, ઉપવાસ, પ્રાર્થના અને કઠોર દેહદંડનની તાકાતથી, આત્મરક્ષણ કરતા.
આ રણ-પ્રદેશના વૃદ્ધ તપસ્વીઓનો પ્રભાવ સૌ પાપીઓ અને નાસ્તિકો સુધી જાણીતો હતો. તપસ્વીઓનું સત કોઈ કોઈ વાર કારમું નીવડવું કહેવાતું. સાચા અને એકમાત્ર ઈશ્વર સામેના બધા અપરાધોની સજા કરવાની સત્તા તેમને ધર્મ-દૂતો તરફથી જાણે મળ્યા કરતી; અને જેને તેઓ સજા કરે, તેને તેમાંથી બચાવવાની પૃથ્વી ઉપર કોઈની તાકાત નહોતી. આ સંતોમાંના એકે, પોતાના દંડ વડે કેટલાક દુષ્ટ પાપીઓને પ્રહાર કરતાં જ, પૃથ્વી ફાટીને કેવી રીતે તેમને ગળી ગઈ, એવી અદભુત વાતો અલેકઝાડ્યિા સુધીનાં નગરોમાં પહોંચતી અને લોકોમાં પ્રચાર પામતી. તેથી બધા દુરાચારીઓ આ લોકોથી બીતા જ રહેતા – ખાસ કરીને ભાંડભવૈયાઓ, ગુરુ-ઘંટાલો, પરણેલા પાદરીઓ અને વેશ્યાઓ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org