________________
प्रथम दिन - कृत्यप्रकाश |
[ રરૂ ]
સ્વામિએ આપ( મલય દેશના મહારાજા )ને પણ નિમંત્રણ આપવા મને માકલ્યા છે, તેથી આપ ત્યાં પધારી તે સ્વયંવરને શેાભાવશે એવી આશા છે. ”
દૂતનાં આવાં વાક્યે સાંભળતાં તેમનું ચિત્ત પ્રસન્ન થયું. પણ સ્વયંવરમાં મળેલા ઘણા રાજાએ વચ્ચે એ કન્યાએ મને પરણશે કે બીજાને, એવા સંશયરૂપ હિંડાળામાં મનરૂપ માંકડું હિંચકવા લાગ્યું. પછી પંચ વચ્ચે મારે પણ જવુ એ જ વધારે સારૂ છે એમ ધારી છેવટ તે જવાને તૈયાર થયે. પક્ષીઓના શુભ શુકનથી ઉત્સાહિત થયેલે તે દેવપુર નગરમાં જઈ પહોંચ્યા, ત્યાં બીજા પણ ઘણા રાજાએ આવી પહોંચ્યા. વિજયદેવ રાજાએ બહુમાનપૂર્વક તેએને નગરપ્રવેશ કરાવ્યેા. નિર્ધારેલા દિવસે અતિ આદરસહિત યથાયાગ્ય ઉચ્ચ માંચડાએ ઉપર સર્વ રાજાઓએ બેસીને દેવના વિમાનની જેમ તે સ્વયંવર– મંડપને શેાભાયુક્ત કર્યું. ત્યાર બાદ શુભ સ્નાનપૂર્વક શરીર પર ચ ંદન વગેરે ચીને અને સ્વચ્છ વસ્ત્રે વિભૂષિત થઇ, સરસ્વતી અને લક્ષ્મીના જેવી તે મન્ને એનેા હુંસી અને સારસી પાલખમાં એસીને તે સ્વયંવર-મંડપમાં જ્યારે આવી ત્યારે અત્યુત્તમ કરિયાણા પર જેમ ઘણા ગ્રાહકનાં દષ્ટિ ને મન ખેંચાય તેમ, તે કન્યાઓ પર સર્વે રાજાઓનાં ષ્ટિ અને મન એકાગ્ર થવા લાગ્યાં. તેમનાં મન તથા દષ્ટિ કન્યાઓ તરફજ દોડવા લાગ્યાં, અને કામથી પરવશ મની વિવિધ પ્રકારની ચેષ્ટાઓ દ્વારા પોતાના અંતરના આશયને જણાવવાના કાય માં ગુંથાઈ ગયા. જ્યારે વરમાળા લઈને બન્ને કન્યાએ સ્વયંવર મંડપના મધ્યગત ભાગમાં આવી ઊભી રહી, ત્યારે સુવર્ણ છડીની ધારનારી તથા પ્રથમથી સર્વ વૃત્તાંતની જાણનારી કુલમહત્તરા સર્વ રાજાઓનું વર્ણન કરવા લાગી. “હું સખી! આ રાજાધિરાજ રાજગૃહોના સ્વામિ છે; શત્રુના સુખના ધ્વંસ કરવાના કાર્યમાં અત્યંત કુશળ એવા આ કાશલદેશ(અયેાધ્યા )ના રાજા છે; સ્વયંવર–મ ડપની Àાભા વડે શે।ભતા આ ગુર્જર દેશના રાજા છે; ઈંદ્રપુત્ર જયંતના વૈભવને પણ ટપી જાય એવા વૈભવથી વિરાજતા આ સિંધુ દેશાધિ પતિ છે; શૌય તેમજ ઔદાર્યના ક્રીડાસ્થાન સમા આ અગાધીશ છે; પેાતાના રૂપથી કામદેવના અભિમાનને ચૂર્ણ કરનાર આ વગ નરેશ છે; આ સદા સૌમ્ય અને મનેહર ઋદ્ધિ યુક્ત કલિંગ દેશના રાજા છે; જેની લક્ષ્મીના પાર નથી એવા આ માળવા દેશના રાજા છે; પ્રજા પાળવામાં દયાળુ આ નેપાળદેશના રાજા છે; જેના સદ્ગુણાનું
ન ન થઈ શકે એવા આ કુરુ દેશના રાજા છે; શત્રુની શૈાભાને નિષેધનાર આ નૈષધના રાજા છે; ચશરૂપ સુગ ંધિની વૃદ્ધિ કરનાર આ મલય દેશના રાજા છે. ’'
એવી રીતે સખીઓએ દરેક રાજાઆના નામ તથા ગુણુ વર્ણન વડે ઓળખાવ્યા માદ જેમ ઇંદુમતી અજ રાજાને વરી તેમ આ બન્ને કન્યાએ ઠુંસી અને સારસીએ જિતારિ રાજાને વરમાળા આરોપી. આ વખતે મહેચ્છા, ઉત્સુકતા, સંશય, હર્ષ, વિષાદ, લજ્જા, પશ્ચાત્તાપ, ઇર્ષાપ્રમુખ મનાવિકારથી કેટલાક રાજાએ વ્યાસ થઈ ગયા. આવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org