________________
પ્રથમ હિન-વ્યારા
[૨૨]
એવામાં ક્રીડારસના સાગર સમાન અને જગજજનના નેત્રોને અત્યંત આનંદકારી કોમુદીમહોત્સવ-શરદ પુનમના ચંદ્રને મહત્સવ–માણિકઠારી પુનમનો દિવસ આવ્યા. તે સમયે ફરી નગરજનો સાથે તે રાજા પિતાની કમલમાલા મહારાણું અને શકરાજને લઈને ઉદ્યાનમાં ગયો અને તે જ આંબાના વૃક્ષને જોઈને ખિન્ન ચિત્તથી રાણુને કહેવા લાગ્યું કે“હે દેવિ, જેમ વિષવૃક્ષ સર્વથા દૂરથી જ તજવા યોગ્ય હોય છે, તેમ આપણા આ શકરાજ કુમારને આવું વિષમ દુઃખ આ આમ્રવૃક્ષથી જ ઉત્પન્ન થયું છે, માટે એ પણ દૂરથી જ તજવા ગ્ય છે.” આટલું બોલીને તે વૃક્ષ છોડીને બીજે સ્થાનકે જવાને તે તત્પર થાય છે, તેટલામાં અકસ્માત તે જ આમ્રવૃક્ષની નીચે અત્યંત પ્રમોદકારક દેવદુંદુભિને નાદ થવા લાગે. આવો ચમત્કાર જોઈને રાજ પૂછવા લાગ્યો કે, આ દિવ્ય વનિ કયાંથી ઉત્પન્ન થયે? ત્યારે કેઈકે આવીને કહ્યું કે, “મહારાજેદ્ર! અહીંયાં શ્રીદત્ત નામા મુનિ તપશ્ચર્યા કરતા હતા, તેમને હમણાં જ કેવળજ્ઞાન થયું છે અને તેથી દેવતાઓ દિવ્ય વાજિત્રાના નાદથી તેને મહોત્સવ ઉજવે છે.” એ સાંભળતાં જ રાજા પ્રસન્ન થઈ બોલ્યો “આ મારા પુત્રને જે મૌન ધારણ કર્યું છે, તેનું રહસ્ય કેવળી જ કહી શકશે, માટે ત્યાં જવું યોગ્ય છે.” એમ વિચારી તે પુત્ર તથા રાણી અને મોટા પરિવાર સાથે ત્યાં જઈ વંદનાદિક ભક્તિ કરીને કેવળી સન્મુખ આવી બેઠે. ત્યારે કેવળીએ કલેશને નાશ કરનારી અમૃત સમાન દેશના દીધી. ત્યાર બાદ વિનયપૂર્વક રાજા પૂછવા લાગે કે“હે પ્રભો ! આ શુકરાજ કુમારની વાચા શા કારણથી બંધ થઈ?” અષિમુખ્ય કેવળી મહારાજે જવાબ આપ્યો કે- એ બાળક હમણાં જ બોલશે.” તે સાંભળીને પ્રસન્નતાપૂર્વક રાજા બોલવા લાગ્યું કે-“મહારાજ, અમારે એ બાળક બોલે તે પછી શું જોઈએ? અમે એ જ ઈચ્છીએ છીએ.” એટલે કેવળી બોલ્યા, “હે શકરાજ ! આ સર્વના દેખતાં અમને વંદનાદિક કેમ કરતો નથી ? ” આ સાંભળતાં જ તે શકરાજે ઊઠીને સર્વજન સમક્ષ તે કેવળી ભગવાનને ઈચ્છામિ ખમાસમણે સૂત્રના ઉચ્ચારપૂર્વક ખમાસણા દેઈ, વિધિપૂર્વક વંદન કર્યું. આ મહા ચમત્કાર દેખીને રાજા પ્રમુખ સર્વ ચકિત થઈ બેલવા લાગ્યા કે–ખરેખર આ મહામુનિનો મોટો મહિમા પ્રગટ છે, કારણ કે જેને સેંકડો પુરુષો મંત્ર તંત્રાદિકથી પણ બેલાવવા શક્તિમાન થયા નહીં એવા આ બાળકને તેમના વાક્યામૃતથી જ વાચા પ્રગટી. અહીંયાં ચિત્તને વિષે ચમત્કાર પામવામાં લીન બની ગયેલા લેકોની વચ્ચે રાજા સાશ્ચર્ય પૂછવા લાગ્યો કે, “સ્વામિન્ ! આ શું ? ” ત્યારે કેવળીએ જણાવ્યું કે, “ આ બાળકને મૌન રહેવાનું મુખ્ય કારણ પૂર્વભવનું જ છે; હે ભવ્યજને, સાવધાનતા પૂર્વક તે સાંભળે:
શુકરાજના પૂર્વભવનું વૃત્તાંત પૂર્વે મલય દેશમાં ભદીલપુર નામનું એક નગર હતું. ત્યાં આશ્ચર્યકારી ચરિત્ર વાલે જિતારિ નામે રાજા રાજ્ય કરતા હતા. તે રાજા એ તે દાનવીર અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org