________________
[૨૦]
શ્રાવિધિUTI
ઉદ્યાનમાં આવી આમ્રવૃક્ષની નીચે બેઠો. તે સમયે તેને પૂર્વની બનેલી સઘળી બીના યાદ આવવાથી પ્રસન્ન થઈને કમલમાલાને કહેવા લાગ્યું કે, “હે પ્રિયે ! તે જ આ આમ્રવૃક્ષ છે, કે જેની નીચે હું વસંતઋતુમાં આવીને બેઠા હતા, અને શુકરાજ–પોપટની વાણથી તારા રૂપનું વર્ણન સાંભળીને અતિશય વેગથી તેની પાછળ પાછળ ચાલી નીકળે અને તારા પિતાના આશ્રમ સુધી જઈ પહોંચ્યા. ત્યાં તારી સાથે લગ્ન કરી હું કૃતાર્થ થયો.” આ બધી વાર્તા પિતાના ખોળામાં બેઠે બેઠો કુમાર સાંભળતો હતો અને એ સાંભળતાં જ કલ્પવૃક્ષની શાખા જેમ છેદાવાથી ધરતી પર તૂટી પડે તેમ મુકરાજકુમાર મૂરછ યુક્ત થઈ નીચે ઢળી પડ્યો. માતપિતાના હર્ષ વૃક્ષની શાખા છેદાઈ ઢળી પડી ન હોય તેમ આ જોઈ અતિશય ગભરાઈ ગયેલા માતાપિતાએ કોલાહલ મચાવી મૂક્યો, તે સાંભળી સર્વે અનુચરો ત્યાં ભેગા થઈ ગયા અને કુમારની આવી હાલત જોઈ શોકપૂર્ણ સ્વરે બોલી ઉઠયા: “અરે રે ! આ શું થયું ?” એમ ઊંચે શબ્દ બોલતાં સર્વે આકુળવ્યાકુળ થઈ ગયાં; કારણ કે મોટાનાં સુખદુઃખની સાથે સર્વ સામાન્ય જનોનાં પણ સુખ દુખ સંકળાયેલા જ હોય છે. ચંદનનું શીતળ જળ છાંટવાથી તેમજ કેળનાં પત્રને પવન વીંઝવાથી તેમજ બીજા યેગ્ય ઉપચારે(ઉપાયે) કરવાથી કેટલીક વખત ગયા બાદ તે શુકરાજ કુમારને ભાન આવ્યું. ચેતના આવવાથી કમળની પાંખડીઓની પેઠે પ્રકાશતી નેત્રરૂપ પાંખડી ઉઘડી, પણ મુખકમળ વિકસ્વર થયું નહીં. વિચારપૂર્વક તે ચારે બાજુ જોવા લાગ્યા પણ ઘણી રીતે બોલાવવા છતાં જરી પણ બોલ્યો નહિ. તીર્થંકરદેવ છઘસ્થાવસ્થામાં જેમ મૌન ધારણ કરે તેમ તે જરી પણ બોલ્યા નહી. રાજકુમારનું આવું મૌન જેઈ સર્વે જન ધારવા લાગ્યા કે, ખરેખર આને કંઈક દેવની અવકૃપાથી આમ બન્યું હોવું જોઈએ. તે કાંઈક શાંત થયો છે પણ અરે રે ! મહાખેદ કરવા લાયક એ છે કે અમારા કોઈક દુષ્ટકર્મના ઉદયથી એની જીભ ઝલાઈ ગઈ છે.
આમ મહા ચિંતામાં નિમગ્ન બનેલા તેના માતા પિતા તેને પિતાના મહેલમાં લઈ ગયા. ત્યાં તેમણે કુમારને બેલતો કરવા વિવિધ પ્રકારના ઉપાયો કરાવ્યા, પણ દુર્જન પર કરેલા ઉપકારની પેઠે તે સર્વ ઉપચારો નિષ્ફળ ગયા. એ સ્થિતિમાં છ માસ વીતિ ગયા છતાં પણ કુમારનું મૌન તૂટયું નહિ, તેમજ તેનું રહસ્ય પણ કઈ શોધી શક્યું નહિ, અરેરે ! વિધાતાએ રત્નસમાન શ્રેષ્ઠ વસ્તુઓમાં પણ કંઈ ને કંઈ દોષ મૂક્યું છે. ચંદ્રમાં કલંક, સૂર્યમાં ઉગ્ર તેજ, આકાશમાં શૂન્યતા, વાયુમાં ચંચલપણું, કૌસ્તુભ મણિમાં પાષાણપણું, કલ્પવૃક્ષમાં કાષ્ઠપણું, પૃથ્વીમાં ૨જકણ, સમુદ્રમાં ખારાશ, મેઘમાં શ્યામતા, અગ્નિમાં દાહકતા, જળમાં નીચગતિ, સુવર્ણના મેરમાં કઠેરપણું, સુવાસિત કરમાં અસ્થિરતા, કરીમાં કાળાશ, સજજનોમાં નિર્ધનતા, ધનિકમાં મૂર્ખતા, રાજાઓમાં લભ હોય તેમ આ રાજકુમારમાં મૌન પ્રવેક્યું છે. મોટા ભાગ્યશાળી પુરુષની દુર્દશા કયા સજજનના મનમાં ન ખટકે? તે સમયે મળેલા સર્વ નગરજને પણ અત્યંત શેક કરવા લાગ્યા.
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org