________________
આ ગિરિવરમાં સ્થાને સ્થાને જિનાલયો, જિન-ગણધર આદિના પગલાની દેરીઓ છે. વિવિધ સ્થાનોમાં દેવો નિવાસ કરીને સદા ભક્તિ કરે છે. ગુફાઓમાં યોગીઓ તેમજ મહામુનિઓ રહે છે. અહીં હરણ, હાથી, ચમરી ગાય વગેરે પશુઓ નિર્ભયતાથી વિચરે છે. સદા પુષ્ય અને ફળ આપનારા વિવિધ વૃક્ષો છે. ચારે બાજુ ઝરણાં તેમજ નદીઓ વહી રહી છે. ઘણા બધા મનોહર સરોવરો છે. તેમાં સારસ, હંસ આદિ પક્ષીઓ ક્રીડા કરી રહ્યા છે. સૂર્યઉદ્યાન, સ્વર્ગઉદ્યાન વગેરે મનોહર ઉદ્યાનો છે. સૂર્યકુંડ, ચંદ્રકુંડ વગેરે માહાભ્યપૂર્ણ કુંડો છે. આ બધાથી આ ગિરિરાજ અત્યંત શોભી રહ્યો છે. અહીં અનંતાનંત આત્માઓએ આત્મકલ્યાણ સાધ્યું છે.
હવે, આ તરફ જુઓ. અહીં આ જે મહાત્મા ઘોર તપ કરી રહ્યા છે, તે કંડૂ રાજર્ષિ છે. મહાવિદેહમાં સીમંધરસ્વામી ભગવાને એમની પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે મહાપાપી આત્મા પણ કંડૂ રાજર્ષિની જેમ શત્રુંજય ઉપર આરાધના કરીને સર્વ કર્મથી મુક્ત થાય છે.
| કંડૂ રાજર્ષિ ચંદ્રપુર નામનું નગર... કંડૂ નામે રાજા...!
રાજા અત્યંત પાપી, ક્રૂર, મદિરાપાનમાં આસક્ત અને સંપત્તિના અભિમાનમાં ચકચૂર, દેવ - ગુરુ - વડીલો કે ઉપકારી માતા-પિતાનું પણ માનતો નહિ.
પાપીઓને પણ પૂર્વના પુણ્યોદયથી સંપત્તિઓ મળે છે, પરંતુ ઘાસનો સમૂહ જેમ અગ્નિથી નાશ પામે છે, તેમ પરિણામે તે મૂળથી નાશ પામે છે.”
પાપમાં આસક્ત એવા આ રાજાને પરસ્ત્રી અને પરધન હરણ કરવાનું વ્યસન હતું અને સત્તાના જોરે આવા અકાર્યો નિઃશંકપણે કરતો. તેથી પ્રજા તેનાથી ખૂબ ત્રાસી ગઈ હતી. એકવાર સ્વયં આચરેલા પાપો અને પ્રજાના નિઃશાસાથી રાજા માંદો પડ્યો. તેને ક્ષય (T.B.) નામનો રોગ લાગુ પડ્યો.
જે વ્યક્તિ બીજાની આંતરડી કકળાવે એને ઘણું કરીને રોગાદિક દુઃખો સહન કરવા પડે છે. તે અસંતોષ અને અશાંતિથી પીડાય છે.
ક્ષયરોગના કારણે રાજાનું શરીર ક્ષીણ થવા માંડ્યું. નિર્બળતા આવી, એટલે.... શક્તિહીન બનેલા રાજાને ધર્મનું શરણ યાદ આવ્યું.
મૂઢ બુદ્ધિવાળા જીવો સુખ હોય ત્યાં સુધી ધર્મને જરા પણ માનતા નથી, પણ જ્યારે યમરાજા આવે ત્યારે ધર્મને યાદ કરે છે.
શ્રી શત્રુંજય માહાભ્ય સાર - ૩