________________ (16) સતી સુરસુંદરીભલે ધનદેવની ચારે કોર વાંટળાઈ વળ્યા. તેમણે ભાલા, ખડગ ને બરછીવડે ધનદેવને વીંધવાનો પ્રયત્ન કર્યો, પણ ધનદેવ એવી ચપળતાથી પિતાને બચાવ કરતો હતો કે ભીનું હે હું ધાડું તેને વાળ વાંકે કરી શક્યું નહીં. જ્યાં સુધી ધનદેવ એકલે હાથે ઝઝૂમ્યો. કેટલાય ભીલ ધનદેવના પ્રહારથી ઘવાઈ ધરતી ઉપર ઢળી પડ્યા. એટલામાં ભીલૂને સ્વામી પિતાના એક વિશ્વાસુ નોકરની સાથે ત્યાં આવી પહોંચે. ધનદેવને જોતાં જ પિલા નેકર પિતાના સ્વામીને કાનમાં કંઈક કહ્યું અને સરદારે હુકમ છોડ્યો " યુદ્ધ બંધ કરે. આ બહાદૂર જુવાનને માનપૂર્વક આપણ છાવણીમાં લઈ ચાલે.” પલ્લીપતિએ આજસુધીમાં કોઈ દિવસ પણ આવી આજ્ઞા ન્હોતી કરી. ભલે પિતાના સરદારની આજ્ઞાનું રહસ્ય સમજવા અશક્ત નીવડ્યા; છતાં તેમણે યુદ્ધ સંકેલી લીધું. જતાં જતાં માર્ગમાં સરદારે પિતાના વિશ્વાસુ નોકરફરીથી પૂછયું –“તને ખાત્રી છે કે આ એ જ યુવાન છે-કk ભૂલ તો નથી થતી ?" નોકરે કહ્યું - “હું મારા ઉપકારીને કેમ ભૂલું? જેણે પિતાના જીવના જોખમે મારે અને કુમારનો જીવ બચાવ્યું હોય તેને આ ભવે તે શું પણ પરભવે પણ કેમ ભૂલાય? - ભીલોના સરદાર સુપ્રતિષ્ઠને ખાત્રી થઈ કે પિતાના વહાલા કુમાર-જયસેનને જોગીઓના પંજામાંથી ઉગારનાર આ ધનદેવ જ હોવું જોઈએ. આવો સદ્દગુણ, ઉદાર ને પરગજુ માણસ, પિતાના જ માણસના હાથથી અન્યાય પામે એ વિચારે તેને બહુ દુઃખ થયું. લૂંટના ધંધા વિષે તેને ઉડે તિરસ્કાર છૂટ્યો. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust