________________
પ્રકરણ ૫ મું વિશેષણ
૧૪૯ વિશેષણ એ નામની અંદર વિશેષ મૂકનાર-ઉપાધિ-ગુણુ-ના વાચક છે. એ ઉપાધિ ગુણુ હોય કે સંખ્યા પણ હેાય. આમ વિશેષણના મુખ્ય બે પ્રકાર છે: (૧) ગુણવાચક અને (૨) સંખ્યાવાચક. વિશેષણાનેા નામની સાથે પ્રયાગ કરતી વખતે વિશેષ્યની જાતિ, વચન અને વિભકિત પ્રમાણે તેમને પ્રયાગ થાય છેઃ તેમના સ્વતંત્ર પ્રયેગ નથી.
.
તુલનાત્મક વિશેષણ ( Comparative Adjective ) ૧૫૦ ગુણવાચક વિશેષણ તુલના કરવા માટે પણ વપરાય છે. જ્યારે એક વસ્તુને ખીજા કરતાં વધારે સારી કહેવી ઢાય ત્યારે, અગર તેના આખા વર્ગમાં સૌથી સારી છે એમ કહેવી હાય ત્યારે, વિશેષણના પ્રયાગ તુલનાત્મક રીતે થાય છે. આ તુલનાત્મક વિશેષણના બે પ્રકાર છેઃ (૧) અધિાવાચક અને (૨) શ્રેષ્ટતાવાચક. ઉ॰ આ છેાકરે તેની બેનના કરતાં વધારે ચાલાક છે.’ આ વાકયમાં છેાકરાને તેની બેનના કરતાં જ વધારે ચાલાક કહ્યો છે: અર્થાત્ એક વસ્તુને ફક્ત ખીજીની સરખામણીમાં જ વધારે સારી કહી છે, માટે તે અધિકતાવાચક વિશેષણ છે; પણુ આ છેકરા વર્ગમાં સૈાથી હેાશિયાર છે. આ વાકયમાં તમામ હેાકરાઓમાં તે વધારે હેાશિયાર અર્થાત્ સૌથી હેાશિયાર કહ્યો છે. અહીં શ્રેષ્ઠતાવાચક તુલના છે. અધિકતાવાચક તુલના માટે સંસ્કૃતમાં મૂળ વિશેષણને તર્ અગર ફ્ચસ્ પ્રત્યય લગાડવામાં આવે છે, પણ શ્રેષ્ઠતાવાચક તુલના માટે તમ અગર ૬૪ પ્રત્યય લગાડવામાં આવે છે. ચસ અને ઇ માત્ર ગુણુની જ અધિકતા અગરે શ્રેષ્ઠતા દર્શાવે છે.
*
>