________________
પ્રકરણ ૧૯ મું
સમાસ
૧
એ કે વધારે પાનું એકીભવન તેનું નામ સમાસ. સમાસને વ્યાકરણમાં એક પ્રકારની વૃત્તિ કહી છે. વૃત્તિમાં કૃદન્ત અને તહિત પણ આવે છે. સમાસથી ભાષાની કરકસર સારી થઈ શકે છે, તેમજ લખવામાં સરળતા તથા સુંદરતા પણ આવે છે. આથી સંસ્કૃત સાહિત્યમાં સમાસને છૂટથી ઉપયેાગ થયા છે. કાદમ્બરી જેવા પુસ્તકમાં તે છ છ પાનાં જેવડા એક એક સમાસ વપરાયા હૈાય છે, માટે સમાસના જ્ઞાનની જરૂર છે. વાકયેામાં વપરાયલા સામાસિક શબ્દોના યથાર્થ જ્ઞાન માટે તેમજ વિદ્યાર્થીઓને પેાતાને સંસ્કૃતમાં લખવાનું હાય ત્યારે એ કરતાં વધારે શબ્દોને કેવી રીતે એક પદમાં ભેગા કરવા એ સરળતાથી સમજાય માટે અહીં તેને વિચાર કરવામાં આવ્યેા છે.
૨ પ્રકાર—મુખ્ય સમાસ પાંચ પ્રકારના છેઃ ૧ દ્વન્દ્ર, ૨ તત્પુરુષ, ૩ બહુવ્રીહિ, ૪ અવ્યચીભાવ, ૫ સુસુપ્સમાસ, ( કૈવલસમાસ ). આ સમાસના અર્થને શબ્દા છુટા કરીને દેખાડીએ તેને સમાસને વિગ્રહ કહે છે, અને સમાસના પ્રત્યેક શબ્દને ‘અવયવ’ કહે છે. 3 દ્વન્દ્વ સમાસ—જ્યારે સામાસિક શબ્દના અવયવા‘અને’થી જોડાય, ત્યારે તેને ન્દ્રે સમાસ કહે છે. આથી વિગ્રહુ કરતી વખતે તે અવયવાની વચ્ચે ‘' મૂકવા પડે છે. (ચાર્યે વ્રુન્દ્રમ્ ) આ દ્વન્દ્વના ત્રણ પેટા વિભાગેા છેઃ (૧) ઇતરેતર દ્વન્દ્ર, (૨) સમાહાર દ્વન્દ્વ અને (૩) એકશેષી દ્વન્દ્વ.
૪ તરેતર દ્વન્દ્વ—જ્યારે સમાસના પ્રત્યેક. અવથવના જુદા જુદે અર્થ દર્શાવવાને હાય, ત્યારે ઇતરેતર દ્વન્દ્વ કહેવાય છે. તેમાં