Book Title: Sanskrit Bhashanu Vyakaran
Author(s): Jethalal Govardhan Shah
Publisher: Gujarat Oriental Book Depot

View full book text
Previous | Next

Page 478
________________ भर्तृविप्रकृतापि रोषणतया मा स्म प्रतीपंगमः । ક્રોધને લીધે પતિથી દૂર કરાઈ હોય તો પણ તેની વિરુદ્ધ જઈશ નહિ. અહીં બીજા પુરુષનું રૂપ કામ છે, પણ વાક્યમાં મા હ્મ વપરાયા છે, માટે તમને ઊડી જાય છે. જે કે મામઃ એ અઘતન ભૂતકાળનું રૂપ છે, (“ગયો” એ અર્થ થાય છે.) છતાં તેને અર્થ અહીં બદલાઈ જાય છે, અને આજ્ઞાર્થને અર્થ દેખાડે છે. (૧ જા” એ અર્થ ) જર્ચ ના સ્મ મઃ પાથ હે પાર્થ, તું બાયલાપણાને પ્રાપ્ત થા નહિ. (બાયેલાપણું દેખાડીશ નહિ.) આમાં પણ ઉપરને જ સિદ્ધાંત છે. પહેલા અને બીજા પુરુષમાં જ્યારે મા અગર માં # વપરાય છે, ત્યારે વિધ્યર્થને અર્થ દેખાડે છે. જેમકે મૂયસ્તરો થયો મા મુદ્રામીઃ | વાલ્મીકિને ફરીથી તપમાં વિન નડે નહિ. મા તે મીમવિરઘના મતિર્મત તારી મતિ મલિન વિકારથી જડ થાઓ નહિ. ભવિષ્યકાળ ભવિષ્યકાળના બે પ્રકારોમાં પહેલે ભવિષ્યકાળ શ્વસ્તન ભવિષ્ય કાળ (First or Periphrastic Future સુ ) ના નામથી ઓળખાય છે, અને બીજો સાદો ભવિષ્યકાળ (Sec. ond or Simple Future છૂટ ) કહેવાય છે. ખરી રીતે અસ્તન ભવિષ્યકાળનો પ્રયોગ આજે જે ભવિષ્યની ક્રિયા બનવાની છે તે માટે વપરાતો નથી, પણ આજના દિવસ પછીથી જ જે ભવિષ્યની ક્રિયાઓ બનવાની હોય અગર જણુંવવાની હોય તે માટે વપરાય છે, અને આજની ભવિષ્યસૂચક ક્રિયાઓ માટે બીજો ભવિષ્યકાળ વપરાય છે. બીજે ભવિષ્ય કાળ સામાન્ય અગર અનિશ્ચિત ભવિષ્યના અર્થમાં આવે છે, તેમ બહુ જ નજીકના (આજના) ભવિષ્યના કાર્યને જણવવાને વપરાય છે.

Loading...

Page Navigation
1 ... 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492