Book Title: Sanskrit Bhashanu Vyakaran
Author(s): Jethalal Govardhan Shah
Publisher: Gujarat Oriental Book Depot

View full book text
Previous | Next

Page 469
________________ આરંભ થઈ ચૂક્યો હોય અને તે ચાલું હોય, ત્યારે વર્તમાનકાળ વપરાય છે. (પ્રવૃત્તાવિરામે રાતિયા મવન્તી ) અર્થાત જે ક્રિયા દેખાડવાને માટે વર્તમાનકાળનો પ્રયોગ કરવામાં આવે છે તે હજુ ચાલુ છે, તેને અંત આવ્યો નથી એમ તે સૂચવે છે. મયં પુરુષો કન્થ ચિત્તતિા એમ જ્યારે કહીએ ત્યારે તેને એટલો અર્થ થાય છે કે તેની ગ્રંથ લખવાની ક્રિયા હજુ ચાલુ છે, તે અટકી ગઈ નથી. જ્યારે આપણે તે વાક્ય ઉચ્ચારીએ છીએ, ત્યારે પણ તે લખવાનું કામ કરે છે. તારાપો देवीमवदत् । अफलमिवाखिलं पश्यामि जीवितं राज्यं च । " ( તારાપીડે રાણીને કહ્યું. “અફલની માફક તમામ જીવનને તથા રાજ્યને હું જોઉં છું.) આ વાક્યમાં પણ જ્યારે તારાપીડ રાણીને કહે છે, તે વખતે પણ તેના અનુભવમાં તેનું જીવન તથા રાજ્ય નિષ્ફળ લાગે છે; અર્થાત્ જીવન તથા રાજ્ય વિષેને એને અનુભવ ચાલુ જ છે. આ રીતે મૂળ વર્તમાન કાળ, સંસ્કૃત ભાષામાં જે ક્રિયાને આરંભ કરવામાં આવી હોય - તે હજુ ચાલુ છે એવો અર્થ જણાવવાને જ વપરાય છે. આથી આપણે જે તે ક્રિયાની ફક્ત વર્તમાનકાલીનતાને જ અર્થ જણાવવા માગતા હોઈએ તો આપણે બધુના, સંતિ, ફની વગેરે ક્રિયાવિશેષણને પ્રયોગ વાકયમાં કરવો જોઈએ. નવવુના માચ્છામિ “હું શહેરમાંથી હમણું જ આવું છું.” અર્થાત | મારી આવવાની ક્રિયાની શરૂઆત હમણાં જ થઈ છે, આ પહેલાં નહિ. જે કે વર્તમાનકાળનો પ્રયોગ ઉપર જણાવેલા અર્થમાં જ વસ્તુતઃ થઈ શકે છે, છતાં તે નીચેની બાબતમાં પણ વપરાય છે. - (૧) વાર્તાઓના બનાવો વર્ણવવામાં તથા ઐતિહાસિક ભૂતકાળને - ': અર્થ જણાવવાને સંસ્કૃત ભાષામાં વર્તમાનકાળ વપરાય છે.

Loading...

Page Navigation
1 ... 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492