________________
મને પુસ્તક આપ્યું. આ વાકયમાં જે ભૂતકાળની ક્રિયા જણાવી છે, તે આજ બનેલી નથી, પણ આજની પૂર્વેના નજીકના દિવસમાં બની છે. પાણિનિ સનતને ૪ઃ એ સૂત્રમાં આ કાળને ઉપયોગ સમજાવે છે. સદ્ કહેતાં હ્યસ્તન ભૂતકાળ ( Imperfect ) આજની ક્રિયા માટે વપરાતું નથી. (સનાતને) ફક્ત આજની ક્રિયા માટે નહિ, એટલે ગઈકાલ, પરમ દિવસે કે એટલામાં નજીકના દિવસોમાં બનેલી છે. આટલા જ માટે વ્યાકરણમાં તેને હ્યસ્તન ભૂતકાળ કહે છે; અર્થાત ગઈ કાલને ભૂતકાળ. ગઈ કાલ શબ્દથી માત્ર ગઈ કાલની જ ક્રિયા સમજવાની નથી. પક્ષ ભૂતકાળ એટલે દૂરનો ભૂતકાળ. પરોક્ષે જ એ રીતે પાણિનિ તેને ઉપયોગ સમજાવે છે; અર્થાત તે ભૂતકાળની ક્રિયા એટલા દૂરના વખતમાં બનેલી છે કે તેનું વર્ણન કરનારે જાતે તેને જોઈ નથી. स भूपतिरेकदा केनापि पठयमानं श्लोकद्वयं शुश्राव । તે રાજાએ એક દિવસે કેઈકથી બેલાતા બે શ્લેકે સાંભળ્યા. शुकनासोऽपि महान्तं कालं तं राज्यभारमनायासेनैव प्रज्ञाबलेन અમારા શુકનાસે પણ ઘણું સમય સુધી તે રાજ્યના ભારને વગર પરિશ્રમે બુદ્ધિબળથી ધારણ કર્યો. बभव पूर्व कुसुमपुरारव्यनगरेश्वरः पृथ्वीतलेऽस्मिन्धरणीवराहो नाम भूपतिः। પહેલાં કુસુમપુર નામના નગરને ઉપરી ધરણવરાહ નામનો રાજ આ પૃથ્વીતલ ઉપર થઈ ગયો. આ વાકયોમાં જણાવેલી ભૂતકાળની ક્રિયાઓ ઘણા લાંબા સમય પહેલાં બનેલી છે, અને તેનું કથન કરનાર વક્તાએ