________________
વિભાગ ર‘જો
પ્રકરણ ૧ હું સંસ્કૃત લેખનવિચાર
૧ હવે આપણે સંસ્કૃત ભાષાને કેમ લખવી, તેને વિચાર કરીશું. અત્યારે ખીજી પ્રાકૃત પ્રચલિત ભાષાઓની માફક સંસ્કૃતને વપરાશ બહુ થતા નથી, પણ તે ભાષાનું સાહિત્ય ઘણું જ છે, અને તેના ખાસ અભ્યાસીએ તે ખીજી ભાષાની માફક તે ભાષાદ્વારા પણ પેાતાના વિચારો જણાવે છે. આથી તે ભાષા લખતી વખતે કયો કયી મુદ્દાની બાબતા યાદ રાખવાની જરૂર છે, તે અહીં જણાવવું આવશ્યક છે. ભાષાને મૂળ પાયે વ્યાકરણ છે, એટલે પ્રથમ ા તેનું વ્યાકરણ જાણવું જોઈ એ; માટે પાછલાં પ્રકરણેામાં તે ભાષાનું વ્યાકરણ આપ્યું છે. હવે તેના લેખન વિષે થાડાક નિયમા તપાસીએ.
૨. સંસ્કૃત ભાષાનાં વાકયેા લખવામાં શબ્દના ખાસ ક્રમ જાળવવાની જરૂર નથી, અર્થાત્ કર્તા, ક્રિયાપદ અને કર્મ એ ત્રણ ગમે તે રીતે વાકયમાં મૂકવાથી વાકયના અર્થમાં ફેર પડતા નથી, તેમ વ્યાકરણશાસ્ત્રમાં કાઈ નિયમના ભંગ થતા નથી. માર્યાં પ્રતિ ચિત્રં વિન્નઃ એ વાકયને બદલે વ્રુતિ માર્ગે ચિન્દ્રવિત્રઃ। विप्रो मार्ग पृच्छति पथिकम् । पथिकं पृच्छति मार्ग विप्रः भे પ્રમાણે લખીએ તાપણુ દરેક વાકય ખરૂં છે. ગુજરાતી ભાષામાં તેા નામ પહેલું અને પછી ક્રિયાપદ, અગર કર્યાં પહેલો, કર્મ પછી અને પછી ક્રિયાપદ એવા જે અનુક્રમ છે તે સંસ્કૃતમાં નથી. આમ છતાં પણ કેટલીક વખત ક્રમને વળગી રહેવાની જરૂર છે, અને તે માટે નીચેના નિયમો યાદ રાખવાની જરૂર છે.