________________
પ્રકરણ ૨ જું
વિભક્તિવિચાર (Government) ૮ પાણિનિ શુન્ અને તિઃ બંનેને વિભક્તિ કહે છે. સુન્ એટલે નામને જે પ્રત્યય લાગે છે, અને તિર એટલે ધાતુને કાળ અને અર્થને પ્રત્યય લાગે છે તે. પુણ્ નામિકી અને તિ, અખ્યાતિની વિભક્તિ કહેવાય છે. વિભક્તિઓ બે જાતની છેઃ (૧) કારક વિભક્તિ અને (૨) વિશેષણ વિભક્તિ. દરેક વાકયમાં નામ અને ક્રિયાપદનો પરસ્પર અન્વય હોય છે. જ્યાં નામ અને ક્રિયાપદને અન્વય હોય, ત્યાં કારક સંબંધ કહેવાય છે. જે જે વિભક્તિઓ નામ અને ક્રિયાપદના અન્વયમાં સહાયભૂત થાય છે, તે બધી કાર વિભક્તિ કહેવાય છે. સામાન્ય રીતે છઠ્ઠી વિભક્તિ સિવાયની તમામ વિભક્તિઓ કારક કહેવાય છે. કારકને મૂળ અર્થ “કરનાર” એમ થાય છે, પણ આ ઉપરથી એમ સમજવું નહિ કે દરેક વાકયમાં કારક વિભક્તિ એ ક્રિયાને ઉત્પન્ન જ કરે છે. કારક વિભક્તિ ક્રિયાને ઉત્પન્ન કરતી નથી, પણ ક્રિયાની સાથે અન્વય કરે છે. જે જે વિભક્તિથી નામને સંબંધ વાક્યના ક્રિયાપદ સાથે હોય, તે તમામ કારક વિભક્તિ છે. એટલે પહેલી, બીજ, ત્રીજી, ચાથી, પાંચમી અને સાતમી એ કારક વિભક્તિઓ છે. છઠ્ઠી વિભક્તિ નામ અને ક્રિયાપદને અન્વયે જણાવતી નથી, પણ તે માત્ર એક નામને બીજા નામ સાથે જોડે છે; જેમકે
વનનું પશુ ', “ રાજાને પુત્ર.” આ વિભક્તિથી જણાવેલા શબ્દનો વિશેષણ તરીકે પ્રયોગ કરીને પણ જણાવાય છે, માટે