________________
૩૯૬ છઠ્ઠી વિભક્તિ વિશેષણ વિભક્તિ કહેવાય છે. જેમકે “વનનું પશુ” એ વનચ પશુ ને બદલે વન્ય: પશુ: તરીકે પણ અર્થ જણાવી શકે. વાક્યમાં ક્રિયાને અર્થ મુખ્ય હોય છે, અને નામનો અર્થ ગૌણ છે. કારક વિભક્તિના છ પ્રકાર અગર અર્થ છેઃ (૧) કર્તા, (૨) કર્મ, (૩) કરણ, (૪) સંપ્રદાન, (૫) અપાદાન અને (૬) અધિકરણ.
પ્રથમા વિભક્તિ કર્તાના અર્થમાં હોય છે. બીજી કમનો અર્થ જણાવે છે. ત્રીજી કરણના અર્થમાં છે. કરણ એટલે ક્રિયા કરવામાં ઉપયોગી સાધન. તેને વ્યાપાર થતાં જ ક્રિયા થવા માંડે છે. ચોથી વિભક્તિ સંપ્રદાનને અર્થ જણાવે છે. કર્મથી અગર કર્મરૂપ કરણથી કર્તા જેની સાથે જોડાય છે અગર જેને પ્રાપ્ત કરવાને ઈચ્છે છે, તે સંપ્રદાન કહેવાય છે. સંપ્રદાનમાં દાન, “ આપવું” એ અર્થ છે; પણ અહીં વાસ્તવિક દાનનો અર્થ નહિ સમજતાં ગૌણ દાનને અર્થ સમજવો. પાંચમી વિભક્તિ અપાદાનો અર્થ જણાવે છે. એક વસ્તુ બીજીથી છુટી થાય ત્યારે વિયોગમાં જેનાથી તે છુટી પડે છે તે અપાદાન કહેવાય છે. સાતમી વિભક્તિ અધિકરણનો અર્થ જણાવે છે. કર્તાધારા કે કર્મ દ્વારા તેમાં રહેલી ક્રિયાનું જે આધારભૂત કારક છે તે અધિકરણ કહેવાય છે.
પ્રથમા વિભક્તિ
૯ આ વિભક્તિ વાકયમાં કર્તાને અર્થે આવે છે. વાક્યમાં ક્રિયાને
કર્તા પ્રથમ વિભક્તિમાં હોય છે. આ વિભક્તિ પ્રાતિપદિકના અર્થમાં પણ આવે છે. પ્રાતિ પદિક એટલે નામનું મૂળ સ્વરૂપ એને અર્થ એટલે નામને અર્થ અર્થાત પ્રથમા વિભક્તિ નામના