________________
૪૦૩ ની, ૨, ૬ અને વદ્ ધાતુઓમાં ક્રિયાને “કેને અગર શું? પ્રશ્ન પૂછતાં જે જવાબ આવે તે પ્રધાન કર્મ. અને કયાં પ્રશ્ન પૂછતાં જે જવાબ મળે તે ગૌણ કર્મ સમજવું. कृषीवल: वृषं क्षेत्रं नयति-हरति-कर्षति-वहति वा ખેડુત બળદને ખેતરમાં લઈ જાય છે–દોરી જાય છે–વગેરે.+
ત્રીજી વિભક્તિ ત્રીજી વિભક્તિ કરણના ઉપકારક અર્થમાં આવે છે. ક્રિયા કરવામાં જે ઉપકારક તે કરણ, અર્થાત જેનાથી ક્રિયા સુલભ બને છે તે કરણ. ગુજરાતીમાં જે નામની સાથે તૃતીયાનો “થી, થકી” પ્રત્યય આવ્યા હોય તો તેને માટે ત્રીજી વિભક્તિ વાપરવી. જેમકે, માણસથી, મનુજેન તેમજ નીચેની બાબતમાં પણ ત્રીજી વિભક્તિ વપરાય છે. (૧) કાઈ પણ કાર્યની પદ્ધતિ દર્શાવવામાં ત્રીજી વિભક્તિ
આવે છે. शास्त्रविधिना स उपयेमे। संगीतशास्त्रानुसारेण सः गीतं जगौ। શાસ્ત્રની વિધિ પ્રમાણે તેણે લગ્ન કર્યું. સંગીતશાસ્ત્ર
પ્રમાણે તેણે ગીત ગાયું. + ભક્ટિ કાવ્યના છઠ્ઠા સર્ગમાં દ્વિકર્મક દુહાદિ ધાતુઓના ઉદાહરણ તરીકે નીચેના શ્લોકો આપ્યા છે.
सोऽपृच्छल्लक्ष्मणं सीतां याचमानः शिवं सुरान् । रामं यथास्थितं सर्वं भ्राता ब्रूते स्म विह्वलः ॥ संदृश्य शरणं शून्यं भिक्षमाणो वनं प्रियाम् । प्राणान्दुहन्निवाऽऽत्मानं शोकं चित्तमवारुधत् ॥ गतास्यादवचिन्वाना कुसुमान्याश्रमदुमान् ।...--- आ यत्र तापसान् धर्म सुतीक्ष्णः शास्ति तत्र सा॥