________________
૪૦૧ (૯) નીચેની કારિકામાં જણાવેલા ધાતુઓ બે કર્મવાળા છે, તેથી તે જ્યારે વાકયમાં વપરાયા છે ત્યારે બે કર્મ લે છે, એટલે કર્મવાચક નામ બીજી વિભક્તિમાં આવવાં જોઈએ. दुह्याचपच्दण्डरुधिप्रच्छिचिब्रूशासुजिमन्थ् मुषाम् ।
कर्मयुक् स्यादकथितं तथा स्यानीहृकृष्वहाम् । કુ, ચાવું, , ઇ૬, ૬, કg, , , રાહુ, નિ, મજુ, મુ અને ની, ૨, ૬, અને વદ્ આટલા ધાતુઓ વાક્યમાં બે કર્મ લે છે. આમાંના રિ, મુળુ, , મળ્યું, કષ, નિ, ૬, દ અને વદ્ સાહિત્યમાં જવલ્લે જ બે કર્મ સાથે આવે છે. दुह-सर्वशैला हिमालयं वत्सं परिकल्प्य धरित्रीम् रत्नानि महो.
Fધી દુ: તમામ પર્વતોએ હિમાલયને વાછરડો બનાવીને ને પૃથ્વીમાંથી રત્ન તથા મહૌષધિનું દહન કર્યું. અહીં ધરિ અને સનાનિ તથા મીષધી એમ બે કર્મ છે. એક પ્રધાનમુખ્ય કર્મ છેઅને બીજું ગૌણ કર્મ છે. રતન તથા મહૌષધીઃ એ પ્રધાન–મુખ્ય કર્મ છે. અને ધરિત્રી ગૌણ કર્મ છે; કારણ કે ગૌણ કમને બીજી વિભક્તિમાં જે વક્તા મૂકવા માગે તે મૂકી શકે છે. શું પૂછવાથી જે ઉત્તર આવે તે પ્રધાન કર્મ, અને “કાને પૂછવાથી જે મળે તે ગૌણ કર્મ સમજવું. જેમકે અહીં શું દોહ્યું ? ઉત્તર–રત્ન તથા મૌષધિ, માટે તે પ્રધાન કર્મ. કોને દેશું ? ધરિત્રીને, માટે તે ગૌણ કર્મ છે. ગુજરાતી ભાષામાં
પૃથ્વીમાંથી એમ પંચમી વિભક્તિ છે, છતાં ઉપરના નિયમ પ્રમાણે તેને માટે સંસ્કૃત ભાષામાં બીજી વિભક્તિ વપરાઈ છે. અહીં આપેલા બાર ધાતુઓ જે બે કર્મ લે છે, તેમાંનું એક પ્રધાન કર્મ અને બીજું ગૌણ કર્મ સમજવું.