________________
પ્રકરણ ૧૦ મું અદ્યતન ભૂતકાળ ( Aorist )
૩૪૪ કઈ પણ ભૂતમાં બનેલી ક્રિયા વિષે આપણે કહેવું હેય, અગર
હમણુના કાર્યને કહી બતલાવવું હોય, અથવા તે કઈ પણ બીજા કાળને સંબંધ બતાવ્યા સિવાય ક્રિયા દર્શાવવી હોય, તે અદ્યતન ભૂતકાળનો પ્રયોગ કરવામાં આવે છે. જેમકે યજ્ઞસ્થંભને માટે અમે પલાશની શાખાને કાપી નાખી છે, અગર કલિંગના રાજાએ પાટલીપુત્રને ઘેર્યું છે વગેરે દાખલાઓમાં
અદ્યતન ભૂતકાળ જ આવે. ૩૪૫ આ ભૂતકાળના ૭ પ્રકાર છે, અને ક્યા પ્રકારમાં કયા ધાતુઓ
આવે છે, તથા તેના પ્રત્યા કયા હોય છે તે વૈયાકરણીઓએ નક્કી કરેલું છે. આ કાળને ધાતુની પૂર્વે અનદ્યતન કાળની માફક
વ્યંજન પહેલાં ૩૪ અને સ્વર પહેલાં આ નિશાની મૂકવાની હોય છે. ૩૪૬ જ્યારે નકારને અર્થ લાવવો હોય ત્યારે માની સાથે અદ્યતન
ભૂતકાળ વપરાય છે, પણ તે સમયે તેનો અર્થ આજ્ઞાર્થ જેવો થાય છે. ખાસ કરીને મા, બી. પુ.ના રૂપ સાથે આવે છે. માની સાથે જે અદ્યતન ભૂતકાળનું રૂપ આવ્યું હોય, તે તે રૂપની શરૂઆતમાં ઘાતુની પૂર્વે જે એ લગાડવામાં આવે છે તે ઊડી જાય છે.
પ્રથમ પ્રકારે ૩૪૭ આ પ્રકારમાં ફક્ત પરસ્મપદ જ છે, આત્મને પદ નથી. પરઐ
પદના પ્રત્યયે તે અનદ્યતનના જ લેવાના હોય છે. ફક્ત ત્રી. પુ. બહુવચનમાં અને બદલે ૩ણ લેવો. આ પહેલાં ધાતુને અન્ય મા ઊડી જાય છે. ફક્ત | ધાતુમાં મન પ્રત્યય લાગે છે.