________________
૧૧
હસમુખભાઈએ બી. એ. એલૂ એન્, બી., થઈ એડવોકેટ થઈ, સોલીસીટરને અભ્યાસ હમણુંજ પૂરે કરેલ છે.
તેમનાં બીજા પત્ની શ્રી વિદ્યાબહેન બી.એ. એલું એલ, બી, બી. ઈ. ડી., બાર–એટ–લો છે અને કેળવણીના ક્ષેત્રમાં ખૂબજ રસ લઈ રહેલ છે. આ લગ્ન શ્રી રૂક્ષ્મિણીબહેનની સંમતિથી થયાં હતાં અને આજે તેઓ એકબીજા સાથે ખૂબજ હળી મળીને રહે છે.
શ્રી દીપચંદભાઈ લક્ષ્મીના લાડીલા બન્યા, તે જ વખતથી તેમણે દીન-દુ:ખીઓને ગુપ્ત રીતે સહાય કરવા માંડી અને શિક્ષણના ક્ષેત્રને પિતાની સખાવતથી સમૃદ્ધ કરવા માંડયું. આજે તેમના વતન પડધરીમાં તેમના પિતાના નામથી “સવરાજ જીવરાજ ગાડી કન્યા મહાવિદ્યાલય” ચાલે છે, તેમના માતુશ્રીના નામથી “શ્રી કપૂરબહેન જૈન પાઠશાળા ચાલે છે, તેમજ આસપાસના પ્રદેશમાં તેમણે પ્રાથમિક શાળાઓનાં ૧૨ થી ૧૩ મકાન બંધાવી આપેલ છે.
મુંબઈમાં તેમના તરફથી ગાડ હાઇસ્કૂલ ચાલે છે, ઘાટકેપર રાષ્ટ્રીય શાળામાં કપૂરબહેન સવરાજ ગાડી નામથી એક સુંદર વીંગ છે તથા લાલબાગ ભૂલેશ્વર ખાતે “વિદ્યાબહેન આઉટડેર ડીસ્પેન્સરી” ચાલે છે. ઉપરાંત તેમના કુટુંબના પાંચ સભ્ય શ્રી મહાવીર જૈન વિદ્યાલયના પેટ્રન છે અને તેને અત્યાર સુધીમાં ૩ ટ્રસ્ટે આપી ચૂકેલ છે. એટલું જ નહિ પણ વિદ્યા, સંસ્કાર અને કલાના ક્ષેત્રે કામ કરી રહેલ નાની–મોટી ૫૦ જેટલી સંસ્થાઓમાં તેઓ ટ્રસ્ટી, પદાધિકારી કે સભ્ય તરીકે જોડાયેલા છે અને તે દરેકને યથાશક્તિ સહાયભૂત થવામાં આનંદ માને છે.
સ્વભાવે તેઓ શરમાળ છે, પરંતુ પિતાના શુભ સંકલ્પોની સિદ્ધિ કરવામાં ઘણું મક્કમ છે અને સહુથી વધારે નોંધપાત્ર બીના તે એ છે કે તેઓ માનવતાની મીઠી સૌરભથી મઘમઘી રહેલ છે કે