________________
૧૦
કૌટુંબિક સયાગા સારા ન હતા, છતાં દીપચંદભાઈની વિદ્યાભ્યાસની લગની અનેરી હતી, એટલે તેમણે ભાવનગર જઈ જાતમહેનતથી સાધને ઊભા કરી શામળદાસ કૉલેજમાં બે વર્ષ સુધી અભ્યાસ કર્યાં.
ત્યાર બાદ મુંબઈ આવ્યા અને શ્રી મહાવીર જૈન વિદ્યાલયમાં હાફ પૅંગ વિદ્યાથી તરીકે દાખલ થઈ રાયલ ઇન્સ્ટીટયુટ ઓફ સાયન્સમાં અભ્યાસ કરવા લાગ્યા. પરંતુ સંસ્થાનું ઋણ માથે ચડાવી અભ્યાસ કરવાનું તેમને પસંદ ન પડતાં ખાર મહિનાની પૂરી ફી આપી તેઓ શ્રી મહાવીર જૈન વિદ્યાલયમાંથી છૂટા થયા અને સ્વતંત્ર કમાણી કરી આગળ અભ્યાસ કરવા લાગ્યા. આ રીતે એક વ આગળ અભ્યાસ કરી તેએ બી. એસસી. થયા.
હજી પણ તેમને આગળ અભ્યાસ કરવાની ઈચ્છા હતી, એટલે તેમણે કાયદાના અભ્યાસ શરૂ કર્યાં અને સને ૧૯૪૨ની સાલમાં એક્ એટ્ , ખી. થયા. ત્યાર બાદ સેાલીસીટના આટીકલ્સ પૂરા કરી એડવાકેટ તરીકે મુંબઇમાં સ્વત ંત્ર પ્રેકટીસ કરવા લાગ્યા અને અનેક કંપનીઓના સલાહકાર બન્યા.
તેમની બુદ્ધિ તીક્ષ્ણ હતી, પ્રતિભા અનેરી હતી અને સહદયતા સહુ કાઈ તે અત્યંત પ્રભાવિત કરે એવી હાવાથી આ ક્ષેત્રમાં તેઓ ઝળકી ઉઠયા અને સને ૧૯૫૦થી જમીનના નિષ્ણાત તરીકે કામ કરવા લાગ્યા. તેમાં લક્ષ્મીદેવીની તેમના પર કૃપા થઈ અને તે ઉત્તરાત્તર વધતી ગઈ.
સને ૧૯૬૧માં તેઓ ઈંગ્લેડ જઈ બાર-એટલે બની આવ્યા. તેના પ્રથમ પત્ની શ્રી રૂક્મિણીબહેનથી તેમને રશ્મિકાંત અને હસમુખભાઈ નામનાં એ પુત્રરત્ના સાંપડયાં. જેમાં રશ્મિકાંત હાલ લંડનમાં રહી ડૉકટરી અભ્યાસ કરી રહેલ છે અને શ્રી