________________
સમ્યગ્ગદર્શન અરિહર મહાદેવ, જાવજી સુસાહૂણે ગુરૂણું ! જિણપણુત તત્ત, ઈહ સમ્મત મએ ગહિયં /
અર્થ - જીવનપર્યત અરિહંત દેવ એ જ મારા દેવ. (તેમની આજ્ઞામાં વિચરતાં), સુસાધુ એજ મારા ગુરૂ અને તેમણે પ્રરૂપેલું તત્વદર્શન અર્થાત્ ધર્મ એ જ મારે ધર્મ – આ સમ્યગદર્શન એટલે કે સમકિત, અર્થાત્ આ ત્રણેય પરમ ઉપકારી તત્વમાં પરમ શ્રદ્ધા – હું ગ્રહણ કરું છું. ” અને “જવ” અર્થાત્ “આત્મા ” આત્માની–પિતાના જ સ્વરૂપની આત્મા વડે (પિતાના જ જ્ઞાન વડે) આત્મામાં શ્રધ્ધા કરે તેને “નિશ્ચય સમ્યગ દર્શન” કહ્યું છે. તે આ નિશ્ચય સમકિત પણ જિનેશ્વરે કહેલી “નવ. તત્ત્વની શ્રદધામાં જ આ સમાય છે. કારણ કે આત્માના સ્વરૂપની ઓળખ કરાવનાર પણ સર્વજ્ઞ અરિહંત દેવ જ છે. એટલે પરમાર્થથી તે વ્યવહાર અને નિશ્ચય એ બંને સમકિત અરિહંત દેવ અર્થાત્ જિનેશ્વર દેવની શ્રદ્ધામાં સમાયા. તેથી જ શ્રી આચારાંગ સૂત્ર અધ્ય. ૫ ઉદેશે પાંચમાં કહ્યું છે :- “તમેવ સર્ચ શંક, જ) જિર્ણહિં પવેઈયં છે જે જિનેશ્વર દેવે ફરમાવ્યું છે તે જ સત્ય છે, શંકારહિત છે. (કારણ કે જિનેશ્વર પ્રથમ સર્વજ્ઞ બની પદાર્થ માત્રનું સ્વરૂપ જાણું, દેખી અનુભવીને પછી જ નિપૃહભાવે લોકહિતાર્થે વચન ભાખે છે. તેથી તેમાં કઈ શંકાને સ્થાન રહેતું નથી.) નિગ્રંથ પ્રવચન અર્થાત્ જિનવાણીમાં અનુપમ શ્રધ્ધા તે સમ્યગદર્શન.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org