Book Title: Samvat Pravartak Raja Vikram
Author(s): Niranjanvijay, Krushnaprasad Bhatt
Publisher: Nemi Amrut Khanti Niranjan Granthmala
View full book text
________________
૪૮
ગળી જાય છે, ભીમ કનકશ્રીને પિતાની પત્ની બનાવવા ઇચ્છે છે.. ભીમ કપટથી રુવે છે, ઢોંગ કરે છે. તેના પર બળાત્કાર કરવા તૈયાર થાય છે ત્યારે માછીઓ માછલીનું પેટ ચીરી વિક્રમચરિત્રને બહાર કાઢે છે. ને તે અવંતી જાય છે. માળીને ત્યાં ગુપ્ત રીતે રહેવું. વિક્રમચરિત્ર માટે મહારાજા જોષીને પૂછે છે. જેથી યોગ્ય જવાબ આપે છે. મહારાજા ઢંઢરે પીટાવે છે. માળણુથી સમાચાર જાણુ મહારાજા કનકશ્રીને મળવા જાય છે ને બધું જાણે છે. વિક્રમચરિત્રને માળીને ત્યાંથી. રાજમહેલે લાવે છે. ઉત્સવ કરવામાં આવે છે. ભીમને બાંધી લાવવામાં આવે છે. દયાળુ વિક્રમચરિત્ર પિતાના વહાણ વગેરે લાવવા માટે ઉપકાર માની ભીમને છોડાવે છે. તે ભીમને બોલાવી તેને ધન વગેરે આપી સન્માન કરે છે. ને વિક્રમચરિત્ર ગણે રાણીઓ સાથે આનંદથી રહે છે, અને મહારાજા વિક્રમે ઉત્સાહ, પૂજા, પ્રભાવ પૂર્વક મહોત્સવ. કરાવ્યો.
છઠ્ઠો સર્ગ સમાપ્ત સ” સાતમો પૃષ્ઠ ર૬૧ થી ૩૦૪ પ્રકરણ ૩૦ થી ૩૧ પ્રકરણ ત્રીસમું અવંતી પાર્શ્વનાથ અને સિધ્ધસેન દિવાકર
પૃષ્ઠ ૨૬૧ થી ૨૮૭ શ્રી સિદ્ધસેન દિવાકરસૂરિજી ગુરુએ આપેલ પ્રાયશ્ચિત્ત માટે અવધૂત રૂપમાં નીકળ્યા હતા અને તે મહાકાલના મંદિરમાં શંકરના લિંગ સામે પગ લાંબા કરી સૂતા હતા. રાજાજ્ઞાથી તેમને ચાબુકથી. મારવામાં આવ્યા. તે ચાબુકને પ્રહાર અંતઃપુરમાં રાણીઓને થવા લાગે. તેથી અંતઃપુરમાં કોલાહલ મચી ગયો. આ વાત સાંભળી મહારાજા મંદિરમાં આવ્યા. અને ઇષ્ટદેવની સ્તુતિ કરવા કહેવા લાગ્યા, સ્તુતિ કરતાં જ લિંગ ચીરાયું અને ભગવાન પાર્શ્વનાથની પ્રતિમા પ્રગટ થઇ. સુરિજીએ રાજાને ઉપદેશ આપે. પરભવ કહ્યો.