________________
૪૧
••• ૧૫૬
તેણેિ એ નાખિશ તિહાં એ ધૂલિ રે, ગઈ લખ્યમી તેઅહિં મૂલિ રે; તું સુપુરુષ મલિઉં આજ રે, તો સરસઈ એ મહારૂં કાજ રે જાણું નગરી તજી જાંઉં કિહાંઈ રે, કે જઈ પડું કુપ જ માંહિરે; કે રહીસઈ વન ખંડિ વાસ રે, તે કેહવું વચન પ્રકાશઈ રે
•.. ૧૫૭ વાઘ ઝાઝા જહાં નહીં નીર રે, રણ જેવું સોયો તીર રે; બહું કાંટા ફલ નહીં સાર રે, વસ્ત્ર વલકલ જહાં અસાર રે
... ૧૫૮ એવા વનમાં રહેવું ભૂડું રે, ધન હીણ સગામાં કૂંડું રે; તિહાં વસતાં વિણસે કાજ રે, નવિ માનઈ કો લાજ રે
... ૧૫૯ અર્થ :- “હે સુજ્ઞ! મારા દુર્ભાગ્યની દર્દભરી કથા કહું છું તે સાંભળો. પરદેશથી કેટલાંક વહાણો માલસામાન ભરીને સમુદ્રમાં જતાં હતાં. ચોરોને તેની જાણ થતાં તેઓએ વહાણોને પકડવા. તેઓ વહાણોને નગરના કિનારે લાવ્યા. આ વહાણમાં ખૂબ કિંમતી વસ્તુઓ હતી.
... ઉપર મેં ચોરોના સરદાર સાથે અજાણતાં સોદો કરી, છૂપી રીતે પુષ્કળ ધન આપી વહાણો ખરીદ્યા. (વહાણના કેટલાક લોકો જાન બચાવી સમુદ્રમાં પડયા હતાં તેઓ રાજા પાસે પહોંચ્યા. તેમણે “ચોરીનો માલ છે' એવી રાજાને ફરીયાદ કરી. રાજાને થયું કે શેઠ ચોરો સાથે મળેલાં છે તેથી રાજા નારાજ થયા.) મેં આ ધન રાજાને ન આપ્યું. આ વાતની ખબર પડતાં તેમણે નગરશેઠનું પદ અને મારી સર્વ સંપત્તિ ઝૂંટવી લીધી. ૧૫૩
વહાણમાં રહેલાં રત્નો, સુવર્ણ, ચાંદી અને પ્રવાલ રાજાએ પોતાની તિજોરીમાં નાખ્યાં. તેમણે મારું નગરશેઠનું પદ છીનવી લીધું. તેમણે વહાણમાં રહેલી રેણુકા-માટી મારે સિરે થોપી. ... ૧૫૪
મેં તે માટી લાવી કોથળા ભરી હાટમાં મૂકી. આ માટી મેં વર્ષાકાળ માટે રાખી છે. વર્ષાકાળમાં દુકાનની સામે કાદવ થવાથી ગ્રાહકો પાછા ચાલ્યા જાય છે. તેવા સમયે આ માટી કામમાં આવશે.... ૧૫૫
વર્ષાઋતુમાં કાદવમાં નાખવા માટે આ માટી મેં સાચવી રાખી છે. તે યુવાન ! આ રીતે હું નામથી ધનાવાહ શેઠ હોવા છતાં લક્ષ્મી ચાલી જવાથી હું નિર્ધન થયો છું. હે કુમાર!દેવના વખ અનુસાર મને આજે તમારા જેવા ઉત્તમ પુરુષનો સંગ થયો છે. હવે મારા સર્વકાર્યો સિદ્ધ થશે.
... ૧૫૬ હે કુમાર! રાજા મારી પેઢી અને રહેઠાણ છીનવી લેવા માંગે છે. હું શું કરું? આ નગર છોડી ક્યાંક બીજે ચાલ્યો જાઉં કે પછી કૂવામાં પડી આત્મહત્યા કરી જીંદગી સમાપ્ત કરું? શું હું પૂર્વજોનું ગામ છોડી વનમાં વસવાટ કરું? તેવન કેવું છે તે વિશે કહું છું.
.. ૧૫૭ વનમાં વાઘ, સિંહ જેવા હિંસક પ્રાણીઓની બહુલતા છે. તે રણપ્રદેશ સમાન હોવાથી ત્યાં પાણીની અછત છે. ત્યાં પુષ્કળ પ્રમાણમાં કાંટાળી વનસ્પતિ, નિસત્વફળો અને વલ્કલના તુચ્છ વસ્ત્રો છે.... ૧૫૮
જેવી રીતે વેરાન વનમાં રહેવું કઠીન છે, તેવી જ રીતે નિર્ધન પરિસ્થિતિમાં સ્વજનોની વચ્ચે રહેવું કઠિન છે. નિર્ધન પરિસ્થિતિમાં પરિવારના સભ્યો પણ આપણી ઈજ્જત કરતા નથી તેથી આપણાં કોઈપણ કાર્યમાં સફળતા પ્રાપ્ત થતી નથી.
•.. ૧પ૯
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org