________________
૧૨૮
કવિ ઋષભદાસ કૃત “શ્રી શ્રેણિક રાસ'
•••૬૪૮
મારા ઘરે સર્વ પદાર્થોની સુલભતા છે તેથી હું આપની પાસેથી શું માંગું?”
જે વ્યક્તિ સ્વદોષ દર્શન કરે છે, જેમનું મન પર્વત જેવું સ્થિર અચલ છે, જેઓ સાગરની જેમ સંતોષી છે; તેવા ત્રણ પ્રકારના પુરુષો રત્ન સમાન શ્રેષ્ઠ છે.
...૬૪૯ સતી સુલસા શુદ્ધ શ્રાવિકારત્ન હતા. તેમણે દેવ પાસેથી કોઈ વરદાન ન માંગ્યું. સતી સુલસાની નિર્લોભતા પર દેવ પ્રસન્ન થયા. તેમણે સતી સુલસાને ઉલ્લાસપૂર્વક ફરી કહ્યું.
.. ૬૫૦ આ જગતમાં વાસક્ષેપ, ગાય, હાથી, દુર્વા, દહીં, દયાળુ રાજા, સંતોષી નર આ બધી વસ્તુઓ ઉત્તમ છે. જે વ્યક્તિને દેવ દર્શન થાય છે, તે દર્શન કદી નિષ્ફળ જતું નથી.
...૬૫૧ દેવે ફરીથી સુલસાને કહ્યું, “દેવ દર્શન કદી નિષ્ફળ ન જાય તેથી સતી સુલતા તમે કંઈક માંગો!” ત્યારે સુલતાએ કહ્યું, “મારા ઘરે સુખ-સંપત્તિ તો ઘણી છે પરંતુ તેને ભોગવનાર સવાશેર માટીની ખોટ છે. મને પુત્ર જોઈએ છે.”
..૬૫ર - દેવે સતી સુલતાના હાથમાં બત્રીસ ગોળીઓ આપી. દેવે કહ્યું, “તમે અવસરે એક એક ગોળી ખાજો. તમને સુંદર બત્રીસ પુત્રો થશે. તે અપાર ગુણવાન થશે.”
...૬૫૩ એમ કહી (ઈન્દ્રના સેનાપતિ હરિણગમેષી) દેવ અદશ્ય થઈ ગયા. સતી સુલસાએ ગોળીઓ જોઈ વિચાર્યું, “બત્રીસ સુવાવડો કરવાથી એટલો સમય ધર્મધ્યાનમાં વિક્ષેપ પડે તે કરતાં બત્રીસ ગોળીઓ એક સાથે ખાઈ જાઉં(જેથી બત્રીસ લક્ષણવાળો પુત્ર થાય.)''
... ૬૫૪ સતી સુલસા એવું વિચારી એક સાથે બત્રીસ ગોળીઓ ગળી ગયા. તેમના ગર્ભમાં બત્રીસ બાળકો ઉત્પન થયાં. સતી સુલતાને ખૂબ પીડા ઉપડી.
...૬૫૫ સતી સુલસાએ દેવનું સ્મરણ કર્યું. દેવ તરત જ હાજર થયા. દેવે સતી સુલસાના મુખેથી સર્વ વાત જાણી. દેવે ઠપકો આપતાં કહ્યું, “તમે આ શું કર્યું?(એકના મરણથી હવે બત્રીસનું મરણ થશે)” સતી સુલતાએ કહ્યું, “સુરદેવ! હું કાંઈ સમજી નહીં, તેથી મેં એક સાથે બધી ગોળીઓ ખાધી.' ... ૬૫૬
જગતમાં જે અણસમજ્યા કાર્ય પ્રારંભ કરે છે, જે પ્રથમ કોઈ ઘરનું પાણી પીને પછી જાતિ પૂછે છે; તેવા જીવો મૂર્ખ કહેવાય છે. પોતાની મૂર્ખતાને કારણે મળેલી નિષ્ફળતાથી તેવા જીવો દિવસ-રાત દુઃખો ભોગવે છે.
..૬૫૭ સતી સુલતાએ કહ્યું, “સૂરરાજ! હું અયોગ્ય રીતે બત્રીસ ગોળીઓ ખાઈ ગઈ. મેં અજાણતાં આવું અયોગ્ય કાર્ય કર્યું છે. મને ભયંકર વેદના થાય છે. મારાથી આ ભયંકર પીડા અસહ્ય છે. તમે મારા પર કૃપા કરો (મારી પીડા શાંત થઈ શકે તો કરો.)
..૬૫૮ દેવે સતી સુલસાની વેદના દૂર કરી. દેવે પોતાનું કાર્ય પૂર્ણ થતાં સતી સુલતાને નમસ્કાર કરી ત્યાંથી પ્રસ્થાન કર્યું. સતી સુલસાને યોગ્ય સમયે પ્રસુતિ થઈ. તેમણે બત્રીસ પુત્રોને સુખેથી જન્મ આપ્યો.... ૬૫૯
સતી સુલસાના આ બત્રીસ પુત્રો મોટાં થયાં. તેઓ મહારાજા શ્રેણિકના અંગરક્ષક બન્યા. તેઓ મહારાજાની સેવા ચાકરી કરતા હતા.(સુરંગ મારફતે સુજ્યેષ્ઠાને લેવા બત્રીસ યુવાનો સાથે ગયા.) નાગસારથી અને સતી સુલતાના આ લાડકવાયા બત્રીસ પુત્રો(ચેડારાજા દ્વારા) મૃત્યુ પામ્યા. ... ૬૬૦
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org