________________
૨૦૬
કવિ ઋષભદાસ કૃત “શ્રી શ્રેણિક રાસ’.
મહારાજા શ્રેણિકના મનમાં એવો વિચાર ન આવ્યો કે “સાધ્વીજી ખરાબ છે. તેમની શ્રદ્ધા દઢ હતી. તેથી તેમનું સમકિત અવિચલ રહ્યું. “સાધ્વીજી જગતમાં કદી અકાર્ય ન કરે'; એવું વિચારી મહારાજાએ પ્રસુતિની ઔષધિ લેવા આવેલ સાધ્વીજીને પૂછયું, “શ્રમણીજી! તમે પુત્ર જન્મ કેવી રીતે આપશો? આપના આ અપકૃત્યથી નિગ્રંથ પ્રવચનને કલંક લાગશે, ધર્મની અપભાજના (નિંદા) થશે. ... ૧૧૦૦
હે સાધ્વીજી ! તમે આવું અપકૃત્ય કરવું યોગ્ય નથી.” સાધ્વીજીએ કહ્યું, “શું હું એકલી જ આવું કાર્ય કરું છું? (ભગવાન મહાવીરના ચંદનબાળા આદિ) સાધ્વીજીઓ ગુપ્ત પણે દુરાચાર સેવે છે. જગતમાં બધી જગ્યાએ આવું જ ચાલે છે.” મહારાજા શ્રેણિકે કહ્યું, “હું એ નથી માનતો. સાધ્વીજી ! પાપ કદી ઢાંકેલું. રહેતું નથી. તે અવશ્ય પ્રગટ થાય છે.”
... ૧૧/૧ મહારાજા શ્રેણિકે સાધ્વીજીને કહ્યું, “શ્રમણીજી! આવો હું તમને બધી વ્યવસ્થા = સગવડ કરી આપું. તમને રહેવા માટે એક સરસ મકાન આપું. તમે કહો તે તમારું કાર્ય કરી આપું. ... ૧૧૦૨
સાધ્વીજી ! આ પ્રમાણે રસ્તામાં ખુલ્લી દુકાનમાં બેસવું તમારે માટે યોગ્ય નથી. અતિશય ઠંડા પવનથી તમને ઘણી બીમારી આવશે.” આ પ્રમાણે મહારાજા શ્રેણિકે સાધ્વીજીને ભલામણ કરી તેમની સારસંભાળ કરી (જિનશાસનની ચિંતાથી રાજાએ સાધ્વીજીનું સૂતિકર્મ સ્વયં કર્યું.) પરંતુ સાધુ-સાધ્વીજી પ્રત્યે તેમના મનમાં અંશમાત્ર અણગમો ન થયો. તેઓ ધર્મમાં અચલ રહ્યા.
... ૧૧૦૩ વર્તમાન કાળે ધર્મ પ્રત્યે દ્વેષી એવા મૂર્ખ માનવો સાધુ-સાધ્વીજીના અલ્પ દોષો જોઈને તેમના દ્વેષઅણગમો કે સુગ ધરાવી અવહેલના કરે છે. તે જીવો સમકિતરૂપી રત્ન પ્રાપ્ત કરી પાછું ગુમાવે છે. મહારાજા શ્રેણિક જેવા વિવેકી જીવો ધર્મમાં અવિચલ રહી સમકિતને સુરક્ષિત રાખે છે. આવા જીવો સંસારરૂપી ભવસાગરમાંથી પોતાના આત્માને તારે છે.
... ૧૧૦૪ (મહારાજા શ્રેણિકની ધર્મ શ્રદ્ધાની પરખ કરવા આવેલા) સ્વર્ગલોકના દુર્દર નામના દેવે અવધિજ્ઞાનથી જોયું કે મહારાજા શ્રેણિકની ધર્મ પ્રત્યેની શ્રદ્ધા અવિહડ છે.) તેમનું શુભ ધ્યાન સ્વચ્છ અને અવિચલિત છે. તેઓ શુદ્ધ ક્ષાયિક સમકિત સંપન્ન છે. (સ્વર્ગવાસી દુર્દર દેવ મહારાજાના ક્ષાયિક સમકિતને જોઈ અતિ પ્રસન્ન થયા.)
... ૧૧૦૫ (ભવચક્રમાં પરિભ્રમણ કરતાં) જે જીવાત્મા સાત બોલનો ત્યાગ કરે છે તેને ક્ષાયિક સમકિત મળે છે. અનંતાનુબંધી, ક્રોધ, માન, માયા અને લોભ એ ચાર કષાયને જીવાત્મા અંશમાત્ર પણ પોતાની પાસે ન આવવાદે.
...૧૧૦૬ અનંતાનુબંધી ચતુર્કની સાથે સમકિત મોહનીયનો ત્યાગ કરે છે તેમજ મિથ્યાત્વ મોહનીય અને મિશ્ર મોહનીયને પણ ત્યાગ કરે છે. આ સાત બોલનો ક્ષય થવાથી જીવાત્મા ક્ષાયિક સમકિત પ્રાપ્ત કરે છે.... ૧૧૦૦
સાયિક સમકિત સર્વ શ્રેષ્ઠ છે. (ઉપશમ અને ક્ષયોપશમ સમકિત કરતાં શ્રેષ્ઠ છે.) તે ભવ્ય જીવને ભવાંતરમાં ફક્ત એકજ વાર પ્રાપ્ત થાય છે. આવું શાશ્વત સમકિત જે જીવાત્મા પ્રાપ્ત કરે છે તે સંસાર અટવી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org