________________
૨૩૯
પોતાની પાસે રહેલા દિવ્ય વસ્ત્ર અને કુંડલો હલ-વિહલ નામના પોતાના રાજકુમારોને સોંપ્યા.... ૧૨૯૫
અભયકુમારે અણગાર ધર્મ અંગીકાર કરી ખૂબ તપશ્ચર્યા કરી. તેઓ (એક માસની સંખના કરી પાદોપગમન અનશનપૂર્વક કાળધર્મ પામી) સર્વાર્થસિદ્ધ નામના અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થયા. તેઓ હવે એક મનુષ્યનો ઉત્તમ અવતાર પ્રાપ્ત કરશે. તે ભવમાં સર્વ કર્મો ક્ષય કરી સિદ્ધ ગતિ પ્રાપ્ત કરશે.... ૧૨૯૬
મહારાજા શ્રેણિક હવે રાજ્ય કારભારની ચિંતા કરવા લાગ્યા. આ રાજ્યની ધુરા કોના હાથમાં સોંપવી? રાજ્યના ઉત્તરાધિકારી કોને બનાવવો? મહામંત્રી અભયકુમારમાં રાજ્યના ઉત્તરાધિકારી બનવાની સંપૂર્ણ યોગ્યતા હતી પરંતુ તેણે તો સંયમ સ્વીકારી લીધો.
.. ૧૨૯૭ બીજા બધા રાજકુંવરો ઉદ્દંડ-આકરા છે. તેઓ કોઈની આજ્ઞા માનતા નથી તેથી આ પૃથ્વીનું રાજ્ય હું કોણિક(કૂણિક)કુમારને સોપું.
... ૧ર૯૮ મહારાજા શ્રેણિક કોણિકકુમારને રાજ્યની ધુરા સોપવાનું વિચારતા હતા. તેમણે હલ-વિહલ બને કુમારોને બોલાવ્યા. તેમણે હલ-વિહલ કુમારને સેચનક ગંધ હસ્તિ સોંપ્યો તેથી બંને રાજકુમારો વધુ શક્તિશાળી બન્યા.
... ૧૨૯૯ કોણિકકુમારને રાજ્યના વારસદાર બનાવવાનો મહારાજા શ્રેણિક વિચાર કરતા હતા. કવિ ઋષભદાસ કહે છે કે હવે તમે કોણિકરાજાનો અધિકાર સાંભળો.
.. ૧૩૦૦ દુહા : ૬૫ કોણી આપ વિચારતો, નદીઈ મુહનિ રાજ; રાજ લીલું જોરિ કરી, મુકું મનની લાજ.
... ૧૩૦૧ અર્થ :- (કોણિકે વિચાર્યું) “પિતા વૃદ્ધ થયા છે, છતાં તેઓ રાજ્યનો કારભાર મને કેમ સોંપતા નથી?' કોણિક કુમારે કંટાળીને અંતે સ્વયં નિર્ણય કર્યો કે, પિતા અને રાજ્ય નહીં સોપે તેથી હું પિતાજી પાસેથી બળજબરીથી આ રાજ્ય લઈ (પરિવારજનો, નગરજનો કે ભાઈઓની) મનની શરમ છોડી રાજ્યાધિકારી બની જાઉં.'
ઢાળ : ૫૬ પુણ્ય પરવારે ત્યારે – મહારાજા બંદીવાન
અતિ દુખ દેખી કામિની એ દેશી. રાગ કેદારો. તજી લાજ કોણી સજ થયો, મલ્યો કાલાદિક સ્યું ત્યાંહિં; એક દિવસ શ્રેણિક બાંધીઉં, કોપ ધરતો રે વલી મનમાંહિં,
... ૧૩૦૨ પ્રાણીડા લાઈ મત ક્રોધરો રે, ગુમાન એક અવસરિ રે; ન લહઈ નૃપ ધ્યાન, પ્રાણી... આંચલી. પગિ લોહ બેડી ઘાલતો, વલી કરઈ નાડી પ્રહાર; કઠ પંજરમાંહિ ઘાલિઉં, કોણી ન કરઈ હો ભોજન સાર. ... ૧૩૦૩ પ્રા.
શ્રેણિક બાંધ્યો સાંભલ્યો, ચિલણા રૂઈ જલધાર; (૧) ત્રિ. શ. પુ. ચ. પર્વ-૧૦, સર્ગ-૧૨, પૃ. ર૨૩,૨૨૪.
... ૧૩૦૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org