________________
४४०
કવિ ઋષભદાસ કૃત “શ્રી અભયકુમાર રાસ”
જઈશ. તેને કંચનમાલા હાથિણી ઉપર બેસાડી અમારા રાજા માટે લઈ જઈને જ રહીશ.” ...પ૬ર
એક દિવસ મંત્રી પાગલ બની રાજસભામાં રાજાની સમક્ષ જઈ બોલ્યા, “મારું નામ યુગંઘરાયણ છે. હું મૃગનયની સુંદર સ્ત્રી, જે મારા સ્વામીની દાસી છે, તેનું તેમના માટે જરૂર અપહરણ કરીશ”...૫૬૩
ચંડપ્રદ્યોતનરાજાએ કટાક્ષપૂર્વક સામે જોયું. તેમણે એક પાગલ અને બેશરમ માણસ જોયો. તેમણે વિચાર્યું, “આ ઘેલો અને મૂર્ખ બ્રાહ્મણ (ભૂત વળગ્યું હોય તેમ) જેમ તેમ શું બબળાટ કરે છે? આવા ભાગ્યહીન વ્યક્તિથી શું કરવું?'
...પ૬૪ આ પ્રમાણે કહી ચંડપ્રદ્યોતનરાજા ઉદ્યાનમાં પહોંચ્યા. તે દિવસે કોઈ મહોત્સવ હોવાથી સર્વ નગરજનો પણ ઉદ્યાનમાં આવ્યા. ત્યાં નૃત્ય, નાટક, ગીતના કાર્યક્રમોનું આયોજન થયું હતું. લોકો ત્યાં જોવા માટે આવ્યા હતા.
...પ૬૫ ચંડપ્રદ્યોતનરાજાએ પોતાની દીકરી વાસવદત્તા અને ઉદાયનરાજાને પણ ઉદ્યાનમાં આવવાનું આમંત્રણ આપ્યું. ઉદાયનરાજાએ પણ (‘આ સુંદર અવસર છે' એવું વિચારી) કૌશાંબી નગરી તરફ જવા માટે આળસ છોડી તૈયારી કરી.
...પ૬૬ તેમણે મહાવત વસંતકને (પૂર્વયોજિત સંકેત અનુસાર) જઈને જણાવ્યું કે તે ઝડપથી હાથિણીને લઈ હાજર થાય (મહાવત થોડા સમયમાં ભદ્રાવતી હાથિણીને લઈને આવ્યો. ઉદાયનરાજા અને વાસવદત્તાવાણી તેના ઉપર સવાર થયા) ભદ્રાવતી હાથિણીની ગતિ વધારવા જ્યારે મહાવત લગામ ખેંચતો ત્યારે હાથિણી જોરથી આજંદ કરતી.
...પ૬૭ હાથિણીની ગર્જના સાંભળી એક અંધ નિમિત્તકે માર્ગમાં ભવિષ્ય ભાખતાં કહ્યું, “આ હાથિણીને લઈને શું આવ્યા છો? તે સો યોજનાનો પંથ કાપી માર્ગમાં જ મૃત્યુ પામશે. હાથિણીના ખરાબ શબ્દનું નિવારણ કરવા ઉપાય કરો.”
... પ૬૮ આ વાત સાંભળી મહાવત ચિંતાતુર થયો. તેણે ઉદાયનરાજાના કહેવાથી નાના નાના ચાર ઘડાઓ મંગાવ્યા. આ ઘડાઓમાં ભદ્રાવતી હાથિણીનું મૂત્ર ભર્યું. તેના બંને પડખે બે-બે ઘડા બાંધ્યા. ...પ૬૯
મહાવતે ઉદાયન રાજા સમક્ષ ફરીને કહ્યું, “મહારાજ ! આપ વાસવદત્તા રાણીની સાથે ભદ્રાવતી હાથિણી ઉપર બેસો. ઉદાયન રાજાએ ધોષવતી વીણા પોતાના હાથમાં લીધી. તેઓ વીણા વગાડતા કૌશાંબી નગરી તરફ ચાલ્યા (હાથિણી ઉપર ઉદાયનરાજા, વાસવદત્તારાણી, ઘોષવતી, કંચનમાળા ધાત્રી અને વસંત મહાવત હતા.)
...૫૭૦ સંધ્યાકાળે ચંડપ્રદ્યોતનરાજા પાસે જઈને યુગંધરાયણ મંત્રીએ કહ્યું, “ભદ્રાવતી હાથિણી ઉપર બેસાડી, વાસવદત્તા અને દાસીને લઈને ઉદાયનરાજા પલાયન થઈ ગયા છે. રાષ્ન! પરાક્રમ હોય તો જો કરવું હોય તે કરજો.”
...પ૭૧ ચંડપ્રદ્યોતનરાજા, ઉદાયનરાજાના આવા કૃત્યોથી હાથ ઘસતા રહી ગયા. હારેલા જુગારીની જેમ વિષાદ અનુભવવા લાગ્યા. તેમણે પોતાના જયેષ્ઠ પુત્ર પાલગોપાલને આજ્ઞા કરી કે, “ઉદાયનકુમારને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org