________________
સિધ કહે એક વરસેં સહી, ધરણી સ્યું ઘરે આવેં વહી; એક અતિ મોટુ લહસેં રાજા, બહુ વાધઈ ઉદયનની લાજ. સુણી વાત મંત્રીઈ જસી, નૃપ આંગલિ જઈ ભાખી તસી; ભૂપઈ કહે નવિ માનું સોય, જગ માહા મુઉં ન જીવે કોય.
૬૩૧
અર્થ :
મહારાજા ઉદાયન રાત-દિવસ રાજમહેલમાં જ રહેવા લાગ્યા તેથી રાજ્યનાં કાર્યોમાં વિક્ષેપ થવા લાગ્યો. શત્રુઓ આવીને તેમનાં રાજ્યને છીનવી લેવા લાગ્યાં, છતાં ઉદાયનરાજા કોઈ રીતે તલ માત્ર ચેત્યા નહીં.
૪૪૯
૬૨૧
પાંચાલ નરેશ ઉદાયનરાજાના રાજ્યમાંથી એક દેશ લેવા તૈયાર થઈ તૈયાર ગયા. (ઉદાયનરાજાને મંત્રીઓ દ્વારા રાજસભામાં બોલાવવામાં આવ્યા) ઉદાયન રાજા રાજ્યસભા ભરીને બેઠા હતા. ત્યાં તેમણે ઘણા દીપકની જ્યોત પ્રગટેલી જોઈ.
૬૨૨
ઉદાયનરાજાની આગળ જે પ્રગટેલા દીપકની જ્યોત એકાએક બુઝાઈ ગઈ. મંત્રીઓએ કહ્યું, ‘‘આ અપશુકન છે.’’ આ અપશુકનનું દશ્ય જોઈને રાજ્યસભામાં બેઠેલા ભાગ્યવેત્તાઓએ કહ્યું.... ૬૨૩ ‘‘રાજા તો પુણ્યશાળી છે તેમનું શું અશુભ થશે ?'' એવું પંડિતો કહેતાં હતાં ત્યાં તો રાજમહેલમાં ભયંકર અગ્નિની જ્વાલાઓ પ્રગટી. રાજાએ હતપ્રભ થઈ મંત્રીને કહ્યું, ‘‘મંત્રીશ્વર ! વાસવદત્તા રાણી તેમાં બળી રહી છે. તમે કોઈ ઉપાય કરો.’’
૬ર૪
...૬૩૦
મંત્રીએ વાસવદત્તારાણીને બચાવવા અગ્નિમાં ઝંપલાવ્યું. ત્યારે નગરમાં સર્વત્ર હાહાકાર મચી ગયો. વાસવદત્તારાણીની પાછળ પાગલ બનેલા ઉદાયનરાજા અગ્નિમાં પ્રવેશવા તૈયાર થયા. .૬૨૫
ત્યારે સેનાપતિએ રાજાને શાંત કરતાં કહ્યું, “મહારાજ! આપની ઘણી રાણીઓ છે. આપ અગ્નિમાં પડી બળી મરવાનું ન વિચારો. તમારી માતા મૃગાવતીજી સાધ્વીજી, જે પૂર્વ દિશા તરફ બીરાજમાન છે, તેમને તમે વંદન કરો. તમારી સર્વ આપત્તિઓ દૂર થશે.’’
૬૨૬
ઉદાયન રાજાએ વારંવાર સેનાપતિને કહ્યું, “તમે પ્રધાનમંત્રીને અહીં તેડી લાવો.'' સેનાપતિએ રાજાને અનેક રીતે સમજાવતાં કહ્યું, “હે મહારાજ! તમે બુદ્ધિ-ચતુરાઈપૂર્વક કાર્ય કરો. જ્યાં વાસવદત્તા રાણી હશે ત્યાં તેમની સુરક્ષા માટે યુગંધરાયણ મંત્રી પણ હશે.’’ .૬૨૭
રાજાએ મનમાં મંત્રી અને રાણીનો વિષાદ ધર્યો. તેમની શોધમાં રાજાએ પૂર્વ દિશા તરફ ચાલવા પ્રયાણ કર્યું. સેનાપતિ વસંતની સાથે રાજા ઘણું ચાલ્યા. રાજા ચાલતાં ચાલતાં થાકી ગયા ત્યારે એક વૃક્ષની નીચે વિશ્રામ લેવા સૂઈ ગયા.
...૬૮
Jain Education International
સેનાપતિ વસંતે ત્યાં એક સિદ્ધ યોગીને જોયા. તેણે સિદ્ધ મહાત્મા પાસે જઈ પૂછ્યું, “મહાત્મા ! આપ જ્ઞાની છો. અમારા ગુણવાન રાજા ઉદાયનના સર્વ દુઃખોનો અંત ક્યારે આવશે ?’’
• ૬૨૯
સિદ્ધ મહાત્માએ કહ્યું, ‘“એક વરસ પછી તેમના સર્વ દુઃખો દૂર થશે. તેમની પત્ની પણ તેમના ઘરે પાછી આવશે. તેઓ એક પ્રતિષ્ઠિત રાજા તરીકેનું સન્માન મેળવશે. તેમની ખૂબ યશ-કીર્તિ અને આબરુ
For Personal & Private Use Only
www.jainelibrary.org