________________
૪૯૧
માણસો અમારી પાસે રહેલો હાર જોશે તો અમને મૃત્યુદંડની શિક્ષા કરશે.”
•••૮૫૬ (પુત્રોએ તે દિવ્યહાર વ્યંતરને પાછો આપ્યો) વ્યંતરે હારની ચોરીથી પકડાઈ જવાની બીકે કાયોત્સર્ગમાં ઉભેલા મુનિ ભગવંતના ગળામાં તે હાર પહેરાવી દીધો. પૌષધ કરવા આવેલા અભયકુમાર ગુરુને વંદન કરવા ગયા ત્યારે તે હાર ગુરુના ગળામાં જોયો. તેમણે તે હાર ગુરુ પાસેથી લઈ લીધો (અભયકુમારના પૂછવાથી ગુરુએ હારનું રહસ્ય બતાવ્યું. તેમણે ઉપયોગ મૂકી કહ્યું, “આ હારનો સાંધનાર અરજણ સોની હતો. તે મૃત્યુ પામી યંતર થયો. વ્યંતર પૂર્વે સોની હતો. દિવ્યહાર તૂટી ગયો ત્યારે તેને પરોવી તેણે ૫૦,૦૦૦ સોનામહોરો લીધી હતી. બીજી ૫૦,૦૦૦ સોનામહોરો બાકી હતી. જે રાજાએ આપી ન હતી તેથી વ્યંતરે ગુસ્સે થઈ રાણીનો હાર ચોરી લીધો. આ હાર તેણે મારા ગળામાં પહેરાવ્યો.)'' અભયકુમારની બુદ્ધિ અપરંપાર હતી.
...૮૫૭ અભયકુમારે દિવ્ય હાર લઈ શ્રેણિક રાજાને આપ્યો. ત્યારે રાજાની ખુશીનો કોઈ પાર ન રહ્યો (રાણીએ હાર ચોરાઈ જતાં ખાવાનું છોડી દીધું હતું.) અભયકુમારની બુદ્ધિ વડે ખોવાઈ ગયેલાં રત્નો પાછાં મળ્યાં. તે કથા હવે તમે સાંભળજો.
...૮૫૮ ચોપાઈ : ૧૮ અદત્ત થાપણ યોગ્ય સ્થાને ધન સેઠી વિવહારી જેહ, જાત્રા કારણિ ચાલ્યો તેહ; મદનસેઠિ વિવહારી જાંહિ, રત્ન વાટુઉં મુંકે જયાંહિ. કરી યાતરા આવૈ ફરી, લીધો વાટુઉં માંગી કરી; છોડી કાપી જોયો જસે, પાંચ રત્ન બદલ્યાં સહી તસે. પહંતો અભયકુમારનેં સંગિ, વાત પ્રકાસી મનને રંગ; મંત્રી કહે વગર કુણ કામ, તાહરાં રત્ન પાડીશ હું ઠામ. તુનારા તેડયા તિહાં વલી, દેખાડી રત્ન કોથલી; માસ પાખં પહિલો અહી જુઉં, કોણિ તુન્યો છે આ વાટિઉં. એક તુનારો કહે જાણીઉં, મદન સેઠી વસે વાણીઉં; તેણે તુનાવ્યો એ વાટુઉં, હું નવિ જાણું ભેદ જે હુઉં. મદન સેઠિ તેડાવ્યો તેહ, તો વાટુઉં તુનાવ્યો જેહ; તે કારીગર રહે છે કિંહા, તેહને તેડી આંણો ઈહાં. મદનસેઠિ મ કરિ તિહાં ગયો, મેં તો વાટુઉ કો નવિ લહયો; હું ન લહે કહાં તુનકાર, સુણતાં ખીજયો અભયકુમાર. દેખાડ્યો વાણિગ વાટૂલ, તુનારો તિહાં પરગટ હુઉં; તેં તુનાવ્યો છે કે જુઉં, વાણિગ તવ કાલે સુખિં હુઉં.
૬૧
૮૬૨
• ૮૬૬
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org