________________
પર૦
વૈતાઢચ પર્વતની ગુફાઓમાં એક-એક યોજનના અંતરે ૫૦૦ ધનુષના ગોળાકાર ૪૯ મંડળો થાય છે . તેનો ચંદ્રમા જેવો પ્રકાશ હોય છે . આ પ્રકાશ જ્યાં સુધી ચક્રવર્તી જીવે ત્યાં સુધી રહે છે.
૭) ચર્મ રત્નઃ આ રત્ન બે હાથ લાંબું હોય છે. તેનો ઉપયોગ કરતી વખતે ૧૨ યોજન લાંબી અને ૯ યોજન પહોળી નૌકારૂપ બની જાય છે. ચક્રવર્તીની સેના તેમાં બેસી ગંગા અને સિંધુ જેવી મહાનદીઓ પાર કરે છે.(આ ત્રણ રત્નો ચક્રવર્તીના લક્ષ્મી ભંડારમાં ઉત્પન્ન થાય છે.)
૮) સેનાપતિ રત્ન : વચ્ચેના બે ખંડ ચક્રવર્તી સ્વયં જીતે છે. ચારે દિશાઓના ચાર ખંડો ચક્રવર્તીનો સેનાપતિ જીતે છે. તે વૈતાઢચ પર્વતની ગુફાઓના દ્વાર દંડ પ્રહારથી ખોલે છે અને મલેચ્છોને પરાજિત કરે છે.
૯) ગાથાપતિ રત્ન : ચર્મરત્નને પૃથ્વીના આકારનો બનાવી તેના ઉપર ૨૪ પ્રકારના ધાન્ય અને સર્વ પ્રકારના મેવામસાલા, શાક-ભાજી આદિ દિવસના પ્રથમ પ્રહરમાં લગાવે છે, બીજા પ્રહરમાં સર્વ પાકી જાય છે, ત્રીજા પ્રહરમાં તેને તૈયાર કરી ચક્રવર્તી આદિને ખવડાવે છે.
૧૦) વર્ધક રત્ન ઃ એક મુહૂર્તમાં ૧૨ યોજન લાંબો, ૯ યોજન પહોળો અને ૪૨ ખંડવાળો મહેલ, પૌષધશાળા, રથયાત્રા, અશ્વશાળા, પાકશાળા, બજાર આદિ સર્વ સામગ્રીથી યુક્ત નગર બને છે. રસ્તામાં ચક્રવર્તી પોતાના પરિવાર સાથે તેમાં નિવાસ કરે છે.
૧૧) પુરોહિત રત્ન ઃ આ શુભ મુહૂર્ત બતાવે છે. લક્ષણ, હસ્તરેખા આદિ (સામુદ્રિક), વ્યંજન (તલ, મસા આદિ) સ્વપ્ન, અંગનું ફરકવું ઈત્યાદિ શુભાશુભ બતાવે છે. તે શાન્તિપાઠ અને જાપ કરે છે.
૧૨) સ્ત્રી રત્ન (શ્રીદેવી) : વૈતાઢય પર્વતની ઉત્તર શ્રેણીના સ્વામી વિદ્યાધરની પુત્રી હોય છે. અત્યંત સ્વરૂપવાન અને સદેવ કુમારિકા સમાન યુવાન રહે છે. તેની ઊંચાઈ ચક્રવર્તીની ઊંચાઈ કરતાં ચાર અંગુલ ઓછી હોય છે. તે પુત્ર પ્રસવ કરતી નથી.
૧૩) અશ્વ રત્ન (કમલાપતિ ઘોડો) : પૂંછડીથી મુખ સુધી ૧૦૮ અંગુલ લાંબો, પગથી કાન સુધી ૮૦ અંશુલ ઊંચો, ક્ષણવારમાં અભીષ્ટ સ્થાન પર પહોંચાડવાવાળો અને વિજયપ્રદ હોય છે.
૧૪) ગજ રત્ન ઃ ચક્રવર્તી કરતાં બમણો ઊંચો હોય છે. મહાસૌભાગ્યશીલ, કાર્યદક્ષ અને અત્યંત સુંદર હોય છે. (અશ્વ અને હાથી વૈતાઢચ પર્વતની તળેટીમાં ઉત્પન્ન થાય છે.)
આ ચૌદ રત્ન ચક્રવર્તીની ઋદ્ધિના સર્વશ્રેષ્ઠ પદાર્થ છે, જે અન્ય કોઈ પાસે હોતા નથી. આ ચૌદ રત્નમાં પ્રથમ સાત એકેન્દ્રિય છે, જ્યારે શેષ સાત પંચેન્દ્રિય છે. પ્રત્યેક રત્નના એક-એક હજાર અધિષ્ઠાયક દેવ હોય છે.
નવ નિધિઓ :
૧) નૈસર્પ નિધિ : આ નિધી વડે શહેર આદિ વસાવવાની તથા સેનાનો પડાવ નાખવા માટેની સામગ્રી પ્રાપ્ત થાય છે. ૨) પુંડક નિધિ ઃ તોલવા અને માપવાના સાધનો પ્રાપ્ત થાય છે.
૩) પિંગલ નિધિ : મનુષ્ય અને પશુઓનાં સર્વ પ્રકારનાં આભૂષણો પ્રાપ્ત થાય છે.
૪) સર્વરત્ન નિધિ : ચક્રવર્તીને ૧૪ રત્નો ઉપરાંત સર્વ પ્રકારનાં રત્નો અને જવાહરાતની પ્રાપ્તિ થાય છે.
૫) મહાપદ્મ નિધિ ઃ વસ્ત્રો તથા વસ્ત્રોને રંગવાની સામગ્રી મળે છે.
૬) કાલ નિધિ : અષ્ટાંગ નિમિત્ત સંબંધી, ઈતિહાસ સંબંધી તથા કુંભકાર આદિ શિલ્પ સંબંધી જ્ઞાન પ્રાપ્ત થાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org