Book Title: Ras Rasal
Author(s): Bhanuben
Publisher: Jain Sahitya Prakashak Samiti

View full book text
Previous | Next

Page 539
________________ કવિ ઋષભદાસ કૃત ‘શ્રી અભયકુમાર રાસ’ ૧૦૦૩ અભયકુમાર સમાન છે. (તેમનો વર્તમાન અને આગામીભવ સફળ બને છે.) આવા જીવો અનુક્રમે દેવગતિના દિવ્યસુખો પ્રાપ્ત કરે છે. ત્યારપછી કાળક્રમે તેઓ અવશ્ય મુક્તિ પ્રાપ્ત કરે છે. અભયકુમારનો આ રાસ શ્રવણ કરતાં, સકળ સંઘની ઉન્નતિ થશે. આ રાસ ત્રંબાવતી નગરીમાં રચાયો છે. જ્યાં ઘણાં જૈનધર્મી લોકો રહે છે. આ ત્રંબાવતી નગરીને ફરતો મજબૂત સુરક્ષા દુર્ગ છે. ત્યાં ઘણાં વિશાળ અને મોટાં જૈન મંદિરો છે. ખંભાત નગરી સાગર કિનારે વસેલી હોવાથી તે બંદર તરીકે પ્રસિદ્ધ છે. ... ૧૦૦૪ ૫૧૮ ... ૧૦૦૫ ત્યાં સંતો અને મહંતોને રહેવાની પૌષધશાળા છે, જે તેમને અત્યંત પ્રિય છે. ત્યાં પૂજા–મહોત્સવ થાય છે. તેવા આ પવિત્ર સ્થાનમાં સમર્થ ગુરુના ચરણોની કૃપા મેળવી આ રાસ રચ્યો છે. ૧૦૦૬ તપગચ્છના નાયક, શુભ સુખદાયક એવા વિજ્યાનંદ ગુરુ જેઓ મહાન ગુણવાન છે. તેમની મીઠી મધુરી વાણી છે . જેમણે અનેક નર-નારીઓને આ સંસારમાંથી ડૂબતા ઉગાર્યાં છે. કવિ ઋષભદાસ તેમના સમકિતધારી શ્રાવક છે. જેઓ નિત્ય જિનેશ્વર દેવના ચરણોનું પૂજન કરે છે. પ્રાöશના મોભી એવા સંઘવી સાંગણ શોભે છે. કવિ ઋષભદાસ તેમના ગુણકીર્તન કરે છે. ૧૦૦૭ ... ૧૦૦૮ સંવત સોળસો સત્યાશી (૧૬૮૭), કાર્તિક મહિનો, જે સુંદર પ્રથમ માસ છે. બીજા કૃષ્ણ પક્ષમાં, વદ નવમીના દિવસે, ગુરુવારે ખંભાતમાં આ રાસ રચાયો છે; જે ચિત્તમાં અવધારો. . ૧૦૦૯ અભયકુમાર મંત્રીશ્વરનો, આ રાસ રચાયો છે. કવિ ઋષભદાસ કહે છે કે જે પ્રસન્નતાપૂર્વક આ રાસનું શ્રવણ કરશે તે મુક્તિપુરીના ચીરકાળ પર્યંતના સુખો મેળવશે. ... ૧૦૧૦ ઈતી શ્રી રિષભદાસ વિરચિતે અભયકુમાર રાસ સંપૂર્ણ લેખક પાઠકયો ર્ચિરંજીયાત્ બરહાંનપુરે. સં.૧૭૭૧વર્ષે અશ્વિન વદી ૨ ભોજો. ડા.નં.૧૫૭૭ છે. પ્રતની કડીઓ – ૧૦૧૦, પ્રત્યેક પ્રત પરની લીટીઓ – ૧૩, અક્ષરો – ૩૮ આ રાસ ઢાળ-૩૬, દુહા-૪૫, ચોપાઈ-૧૯ માં પથરાયેલો છે. Jain Education International ... લેખન કાર્ય – ઉપાધ્યાય ચિરંજીવ (બરહાંનપુર) સં.૧૭૭૧શ્રાવણ વદ-બીજ - આ પ્રત ભાંડારકર ઈન્સ્ટીટયૂટ – પૂનાથી મળી છે. ઈ.સ. ૧૮૯૧થી ૯૫માં ત્યાં આવી છે. For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570