Book Title: Ras Rasal
Author(s): Bhanuben
Publisher: Jain Sahitya Prakashak Samiti
View full book text
________________
૫૧૬
કવિ ઋષભદાસ કૃત “શ્રી અભયકુમાર રાસ'
સિદ્ધગતિમાં જશે. આ સિદ્ધગતિમાં જન્મ, મૃત્યુ કે વૃદ્ધાવસ્થા નથી. ત્યાં રોગ, શોક, દુઃખ કે ભય નથી. ત્યાં શરીર નથી. તે સિદ્ધગતિનું સુખ અવર્ણનીય છે.
.. ૯૯૪ સિદ્ધ ભગવંત પાસે અનંતજ્ઞાન, અનંત શક્તિ, અનંત વીર્ય-પરાક્રમ અને અખંડ અનંત સુખ છે. આવા શાશ્વતા સ્થાનને પ્રાપ્ત કરનારા અભયકુમારના આત્માને હું સદા વંદન કરું છું. તેઓ ભવિષ્યમાં મુક્તિ પ્રાપ્ત કરશે.
...૯૯૫ ઢાળઃ ૩૬ કળશ ગીત – રાસ પૂર્ણાહુતિ કહેણી કરણી તુઝ વિણ સાચો એ દેશી. રાગ : ધન્યાસી. મુગતિપુરી માહે ઝીલે સઈ, પૂન્યવંત અભયકુમારો; કર જોડી ગુણ તારા ગાતાં, વરત્યો જય જયકારોજી.
... ૯૯૬ મુગતિપુરીમાંહિ ઝીલેસિ – આંચલી. ગણતાં ભણતાં સુણતાં સુખ બહુ, નામેં નવ નીધ થાઈજી; અસ્યા પુરષની કથા કરતા, ચિર કાલ પાતિગ જાઈજી. ... ૯૯૭ મુ૦ રીધિ રમણી ઘર રુપ ભલેશું, ઉત્તમ કુલ બહુ આઈજી; અભયકુમારનું નામ જપતા, સકલ સીધિ ઘરિ થાઈજી. .. ૯૯૮ મુ. અભયકુમારની કથા સુણીનેં, ચેતે નર ગુણવંતોજી; પાપ કરમથી પાછો લાગે, તે જગિ ઉત્તમ જંતોજી.
... ૯૯૯ મુ. કરણ રસેં કરી મુખ માંડતા, પતિગ નવિ પરિહરતાજી; ચુકલા પાઠ પરિ તસ પરઠો, મછપરિ નર તરતોજી. ... ૧૦૦૦ મુ. જલ ધોઈ તે ન થયો ચોખો, બહુલ કરમ નર એહવાજી; વિર વચન જલમાંહિ ઝીલતાં, રહયા તેહવાને તેહવાજી. ૧૦૦૧ મુ સુડો રામનું નામ જપતો, પણિ કાંઈ ભેદન જાણે જી; કરણ રસઈ જિન વચન સુસંતો, મન વૈરાગ ન આણજી. .. ૧૦૦ર મુળ સુખિં સાંભલિનિ મ્યું સાથું, ચેત્યા તે નર સારોજી; બાર વરત સંયમ ને ધરતા, જિમ જગિ અભયકુમારો જી. ... ૧૦૦૩ મુ. અનુકરમેં સુરના સુખ પામેં, પછે મુગતિમાં જાવૈજી; અભયકુમારનો રાસ સુણતા, સકલ સંઘ સુખ થાવેજી. ... ૧૦૦૪ મુ. રચ્યો રાસ ત્રંબાવતી માંહ, જિહાં બહુ જિનનો વાસોજી; દૂરગ ભલો જિન મંદીર મોટાં, સાયર તીરઈ આવાસોજી. ... ૧૦૦પ મુ. પૌષધ શાલા સ્વામી વછલ, પૂજા મહોછવ થાઈજી; તેણઈ થાનકિં એ રાસ રચ્યો મેં, સિંહ ગુરુ ચરણ પસાઈજી. ... ૧૦૦૬ મુ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org
Page Navigation
1 ... 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570