________________
૫૧૭
તપ ગછ નાયક શ્રુભ શ્રખદાયક, વિજયાનંદ ગુણધારીજી; મીઠી મધૂરી જેહની વાણી, જેણે તારયા નરનારીજી. ... ૧૦૦૭ મુ. શ્રાવક તેહનો સમકત ધારી, પૂજે જિનવર પાઈજી; પ્રાગવંશ સાંગણ સુત સોહે, રીષભદાસ ગુણ ગાઈજી. •.. ૧૦૦૮ મુ. સંવત્ સાયર દીગુ રસ ધરતી, કાર્તિક મહીનો સારોજી; બહુલ પગ દીન નવમિ ભલેરી, વાર ગુરુ ચીત ધારોજી. ... ૧૦૦૯ મુ. અભયકુમાર મંત્રીસર કેરો, કીધો રાસ રસાલોજી;
રીષભ કહે રંગઈ જે સુણસું, તે સુખીઆ ચીર કાલોજી. ... ૧૦૧૦ મુ. અર્થ - પુણ્યાનુબંધી પુણ્યના સ્વામી અભયકુમાર ભવિષ્યમાં મુક્તિપુરીના શાશ્વત સુખો ચીરકાળ સુધી મહાલશે. આવા પુણ્યશાળી આત્માને હાથ જોડી તેમનું ગુણગ્રામ ગાતાં સર્વત્ર જયજયકાર વર્તાય છે... ૯૯૬
અભયકુમારનો રાસ ભણતાં, વાંચતા, શ્રવણ કરતાં ખૂબ સુખ મળશે. અભયકુમારનું નામ સ્મરણ કરતાં ઘરમાં નવનિધાન ઉત્પન્ન થશે. આવા પુણ્યશાળી પુરુષનું કથાનક કરતાં પૂર્વસંચિત ક્રોડો ભવોના પાપકર્મો નષ્ટ થાય છે.
... ૯૯૭ (આ કથાનકનું શ્રવણ કરતાં) ઘરમાં રિદ્ધિ સિદ્ધિ વધે છે. શરીરની સુંદરતા પ્રાપ્ત થાય છે. ઉત્તમ કુળની પ્રાપ્તિ થાય છે. તેની જગતમાં પ્રશંસા થાય છે. અભયકુમારનું નામસ્મરણ જપતાં ઘરમાં સર્વ પ્રકારની સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે.
... ૯૯૮ અભયકુમારની કથા શ્રવણ કરીને હે ભવ્યજીવો! તમે ચેતજો, તમે ગુણવાન બનજો. જે જીવો કર્મથી પાછા ફરે છે, તેઓ જગતમાં ઉત્તમ જીવો છે.
... ૯૯૯ આ કથાનકનું ફકત કર્મેન્દ્રિયના રસ ખાતર શ્રવણ કરી વકતાની સામે મુખ રાખે અને સાંભળે પણ પોતાના પાપકર્મોનો ત્યાગ કરતા નથી, તો તે સાંભળેલું ફક્ત પોપટિયા જ્ઞાન જેવું જાણવું. અથવા કોઈ માણસ માછલાની પીઠ ઉપર બેસીને સાગર તરી જાય પણ તેને તરતા ન આવડતું હોય તો તે તર્યો ન કહેવાય તેમ આ સાંભળેલું હોવા છતાં સાંભળ્યું ન કહેવાય.
... ૧૦૦૦ મત્સ્ય જલમાં રહેવા છતાં, જલથી ધોવાયા છતાં ચોખ્ખા નથી થતા.(શરીરની દુર્ગધ દૂર થતી નથી) કેટલાક માનવો બહુલ કર્મોથી પરિવૃત્ત હોય છે, તેઓ જિનવાણીના જળમાં નહાવા છતાં તેમના પાપ કર્મોને અંશે પણ નષ્ટ કરતા નથી. તેઓ કોરાધાકોર રહે છે.
... ૧૦૦૧ પોપટ રામનું નામ જપે છે પરંતુ તેના ભેદને જાણતો નથી, તેમ કેટલાક જીવો કર્ણપ્રિય હોવાથી ફક્ત જિનવાણીનું શ્રવણ કરે છે પરંતુ હૃદયે ધારતાં નથી તેથી તેમનાં હૃદયમાં વૈરાગ્યનો દીપક પ્રગટતો નથી.
... ૧૦૦૨ જે જીવો, જિનવાણીનું શ્રવણ કરી તે પ્રકારનું આચરણ કરે છે તેવા જીવો સંસાર સાગરમાંથી ચેતીને પાર પામે છે. તેઓ બાર વ્રતધારી શ્રાવક બની કાળક્રમે સંયમને અંગીકાર કરે છે. તેઓ જગતમાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org