________________
પર૭
પોતાના યુવાન અને સુંદર પુત્રને માતા શોધવા નીકળી. માતા રાજમાર્ગ પર અરણિકના નામની બૂમો મારતી ફરવા લાગી. ઝરુખામાં બેઠેલા અરણિકે આ જોયું. અરણિકે માતાનો અવાજ સાંભળ્યો. તેણે નીચે આવી માતાના ચરણોમાં પડી માફી માંગી. “સવારનો ભૂલેલો સાંજે ઘરે પાછો આવે તો ભૂલ્યો ન કહેવાય!' માતાએ અર્ધનુમિત્ર આચાર્ય પાસે પુત્રને લાવી ફરી સંયમમાં સુસ્થિત કર્યો. અરણિકે નિશ્ચય કર્યો કે, “જે પ્રખરતા મારા સંયમ ભ્રષ્ટમાં નિમિત્ત બન્યો તે જ તાપથી હું આત્મોત્થાન કરીશ.” તેઓ વિશાળ શિલા પર અનશન કરી મૃત્યુ પામી દેવલોકમાં ગયા. ત્યાંથી ચ્યવી મહાવિદેહ ક્ષેત્રમાં મનુષ્ય જન્મ ધારણ કરી સિદ્ધ બનશે. દેહના મમત્ત્વનો ત્યાગ કરનાર તે વિરલ વિભૂતિને કોટિ કોટિ વંદન!
ગૌતમસ્વામી ઃ (શ્રી જિન સ્તુતિ, પૃ.૧૯૧. પ્ર. સ્વાધ્યાય મંડળ, શ્રી વ. સ્થા. જે. શ્રા. સંધ, ઘાટકોપર, તૃતીયાવૃત્તિ, ઈ.સ. ૨૦૦૮.)
ગૌ= કામધેનુ, જેનદૂધમાં અમૃતનો પ્રભાવ છે. ત= કલ્પતરુ, મ= ચિંતામણિ રત્ન.
કલ્પવૃક્ષ મનોવાંછિત ફળ પ્રદાન કરનાર અને ચિંતામણિ રત્ન પ્રત્યેક ચિંતાનો અંત કરનાર છે. ગૌતમ નામ પ્રભાવશાળી છે. વિનયવંત ગૌતમ લબ્ધિવંત પણ હતા. તેઓ તપ, ક્રિયા અને જ્ઞાનથી અલંકૃત હતા. તેઓ અભિમાનરહિત હતા. અદ્ભુત સરળતા અને નિરાગ્રહવૃત્તિ હતી. જે તેમની પાસે દીક્ષિત થતા તેઓ કેવળજ્ઞાની બની મોક્ષે જતા. તેમણે ૧૫૦૦ તાપસીને નાનકડા પાત્રમાં રહેલી ખીરથી પારણાં કરાવ્યા.
જૈનાચાર્ય શ્રી ઘાસીલાલજી મ.સા.એ સુખ સ્મરણમ્ નામના સ્તવનમાં ગૌતમ સ્વામીની અનેક લબ્ધિઓનું (ક.૧૦થી૧૫) વર્ણન કર્યું છે. જૈન શાસ્ત્રમાં અઠ્ઠાવીસ લબ્ધિઓના નિર્દેશન થયેલાં છે. તે સર્વ લબ્ધિઓ ગૌતમ સ્વામીમાં ઉપલબ્ધ હતી. ૧) આમાઁષધિ હસ્ત આદિ અંગના સ્પર્શથી રોગીઓના રોગ મટી જાય. ૨) વિપુષૌષધિ : જેના મળ-મૂત્રના લેપથી રોગ નાબૂદ થાય. ૩) શ્લેખૌષધિ ઃ જેના કફ, ઘૂંકના લેપથી રોગ દૂર થાય. ૪) જલ્લૌષધિ પસીનો અને મેલના સ્પર્શથી દઈ જાય. ૫) સર્વોષધિઃ જેના કફ, પસીનો, ચૂંક, કેશ, નખ વગેરે ઔષધરૂપ હોય છે. ૬) સંનિશ્રોત લબ્ધિઃ એક ઈદ્રિયથી પાંચે ઈદ્રિયના વિષયો ગ્રહણ કરી શકે. ૭) અવધિ જ્ઞાનઃ ઈદ્રિયોની સહાયતા વિના રૂપી પદાર્થોને જાણે. ૮)ઋજુમતિ મન:પર્યવ જ્ઞાનનો પ્રથમ ભેદ, અઢી દ્વીપમાં સંજ્ઞી પંચેન્દ્રિયના મનના ભાવને સામાન્યથી જાણી. ૯) વિપુલમતિ મન:પર્યવ જ્ઞાનનો બીજો ભેદ, અઢી દ્વીપમાં સંજ્ઞી પંચેન્દ્રિયના મનના ભાવને વિશેષથી જાણી. ૧૦) ચારણ : છઠ્ઠ તપ કરતાં વિદ્યાચારણ લબ્ધિ અને અઠ્ઠમ તપ કરતા જંઘાચારણ લબ્ધિ પ્રગટે. આ મુનીઓ આકાશ ગમન કરી શકે. ૧૧) આશીવિષ: શાપ આપવામાં સમર્થ. ૧૨) કેવળજ્ઞાની સૂક્ષ્મ બાદરલોકાલોકને જાણી. ૧૩) ગણધર તીર્થકર ભગવંતના મુખ્ય શિષ્ય. ૧૪) પૂર્વધર ઃ ચૌદ પૂર્વ કે પૂર્વના ધારક
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org