________________
૪૯૮
કવિ ઋષભદાસ કૃત “શ્રી અભયકુમાર રાસ
ડોસી કહે કિહા ગયો તો પુત્રો, તુઝ આવૈ મુઝ રહયો ઘર સૂતો; કઈવનો કહે કરણી સંભારો, જાણે લોક તે મહીમા તાહરો. ... ૯૦૧ અભયકુમારે કીધ વિચારો, કંઈવનો તેડયો તેણી વારો; દ્રવ્ય સહીત સોંપઈ સ્ત્રી ગ્યારો, વિલસો સુખ જિમ સૂર અવતારો. ... ૯૦ર
થ્યારિ નારી એક હુંતી આગે, મદનમંજરી ઢું પ્રેમ જાગંઈ; લીલાવતી શ્રેણીકની બેટી, સાતે નારી છે ગુણની પેટી.
.. ૯૦૩ કુટુંબ સાથી કરે લીલાંઈ, અભયકુમાર તણો મહીમાઈ;
જેહના ગુણ વર્ણવ્યા નવિ જાયે, રીષભદાસ ગુણ નીતઈ ગાઈ. ... ૯૦૪ અર્થ:- એક દિવસ કયવન્ના કુમાર એકલા બેઠા હતા. ત્યાં તેમની બાજુમાં અભયકુમાર આવીને બેઠા. અભયકુમારે કહ્યું, “બનેવી! શું વિચારી રહ્યા છો.?” કયવન્ના કુમારે કહ્યું, “તમે મને મારા ચાર પુત્રો અને મારી પત્નીઓ સાથે મેળાપ કરાવી આપો તો હું માનું કે તમે ખૂબ બુદ્ધિશાળી છો.” ... ૮૯૦
મહામંત્રી અભયકુમાર કહ્યું, “હું તમારા પરિવાર સાથે મિલન કરાવી આપીશ પરંતુ તે માટે તમારે " મને એક મહિનાની અવધિ આપવી પડશે." અભયકુમારે નગરમાં વાત ફેલાવી કે, “અતિશય ભયંકર રોગ થવાથી કયવન્નાકુમાર મૃત્યુ પામી પરલોક પહોંચ્યા છે.
..૮૯૧ તેઓ મૃત્યુ પામીને એક ચક્ષ બન્યા છે. આ યક્ષ કોપાયમાન થવાથી નગરનાં લોકોને મારી નાખશે.” યક્ષના કોપથી બચવા માટે અભયકુમારે એક મૂર્તિ કરાવી. આ મૂર્તિને તેમણે એક મંદિરમાં સ્થાપિત કરી. ત્યાર પછી તેમણે નગરમાં ઢંઢોરો પીટાવ્યો.
...૮૯૨ - “હે નગરજનો! માનવભક્ષી આ યક્ષને ખુશ કરવા તેને નિત્ય પાંચ મોદક અને લાપસી નૈવેદ્ય તરીકે ધરો. આ યક્ષરાજની નિત્ય પુખ, કંકુ ઈત્યાદિ વડે તેની સમક્ષ વિધિપૂર્વક જે દર્શન કરવા નહીં આવે તેને યક્ષરાજ ઉપદ્રવ કરશે તેનું ભક્ષણ કરશે.” નિત્ય નગરજનો મોદક અને લાપસીનો યક્ષ સમક્ષ ભોગ ધરાવવા લાગ્યા. કયવન્નાકુમાર તે નૈવેધ ખાવા લાગ્યો.
..૮૯૩ નગરજનો યક્ષના કોપથી બચવા નિત્ય મંદિરમાં આવી તેમને નમસ્કાર કરતા. દિન પ્રતિદિન યક્ષનો મહિમા વધવા માંડયો. એક દિવસ યક્ષનો મહિમા સાંભળી ચાર પુત્રવધૂઓએ તેના સાસુને કહ્યું, “માજી! આપણે યક્ષના જુહાર કરવા જોઈએ.”
..૮૯૪ ત્યારે સાસુએ પુત્રવધૂઓને અટકાવતાં કહ્યું, “દીકરીઓ! આ ફંદ છોડો. તમે આ યક્ષની પૂજાનૈવેદ્ય કરવાના ખોટા ઢોંગ છોડો. તમે ઘરમાં બેસી આનંદ કરો.” પુત્રવધૂઓએ કહ્યું, “માજી ! આ યક્ષ કોપાયમાન થશે તો અમારા પુત્રોનું ભક્ષણ કરશે.” પુત્રવધૂઓએ સાસુની વાત ન સાંભળી ત્યારે સાસુ સહિત પુત્રવધૂઓ યક્ષના મંદિરે આવી.
...૮૯૫ ચારે પુત્રવધૂઓએ સાડીનો પાલવ માથા ઉપર ઘૂઘંટની જેમ ઓઢી લીધો જેથી તેમને કોઈ ઓળખી ન જાય. નવ જણા રથમાં બેસી મંદિરમાં ગયા. મંદિરમાં પ્રવેશતાં છોકરાઓ દોડતાં દોડતાં મૂર્તિ પાસે ગયા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org