Book Title: Ras Rasal
Author(s): Bhanuben
Publisher: Jain Sahitya Prakashak Samiti

View full book text
Previous | Next

Page 533
________________ ૫૧૨ કવિ ઋષભદાસ કૃત “શ્રી અભયકુમાર રાસ” અર્થ - તમે અહીંથી વંદન કરીને ગઈકાલે પાછા નગરમાં જતા હતા ત્યારે સરોવરના તટે ધ્યાનસ્થ મુનિને જોયા. કડકડતી ઠંડીમાં, વસ્ત્રહીન હાલતમાં જોઈ રાણીને પોતાના હાથમાં અડચણ (વેદના) થઈ ત્યારે તે મુનિવરની યાદ આવી. ... ૯૭૨ ઢાળ : ૩૫ છાનો છપીને કંતા કિહાં રહ્યો રે એ દેશી. હાથ ઉઘાડો રહ્યો રાત રે, તાતેં હુઈ પીડાય રે; તવ ચીલણાને સાંભરયો રે, કસ્યુ કરમેં ઋષીરાય રે. ••• ૯૭૩ વીર વચન સુણિ હરખીઉ રે.. આંચલી. સુખીઆ બહુ સુખ ભોગવે રે, કરંઈ મનગમતા આહાર રે; તે વિરલા ગૃપ જાણજે રે, જે કરે પરની સાર રે. ... ૯૭૪ વી. સાર કરે સતી સાધની રે, ધરમ સનેહી એહ રે; તુઝ અંતે ઉર નીરમતું રે, મ ધરીશ મનિ સંદેહ રે. ... ૯૭૫ વી વચન સુણી હરખી ઉઠીઉરે, હીડઈ સબલ ભુપાલ રે; ધૂમ તણી જવાલા દેખતો રે, તવ હુઈ ઉદરે ફાલ રે. ... ૯૭૬ વી. અંતે વર અલગું કરી રે, મંત્રી કરે પર જાલ રે; અભયકુમાર ગયો વાંદવા રે, સાતમા મિલ્યો ભૂપાલ રે. .. ૯૭૭ વી. નયણ કરી રાઈ રાતડા રે, નિભરિ છૂટયો પરધાન તો; હસતાં અંતે ઉર બાલીઉં રે, તું નહી બુધિ નીધાન રે. વિ. અરે નીર બુધિ અરૂં કરયો રે, ન કરયોં કાંઈ વિચાર રે; હવે મુખ લેઈ સ્યું ઉભો રહ્યો રે, જા પર અભયકુમાર રે. » ૯૭૯ વી. માની વયણ આઘો સંચરયો રે, લીધી જિન કે દીખાય રે; શ્રેણીક ગયો નીજ મંદીરઈ રે, રાણી દેખી રીઝયો રાય રે. . ૯૮૦ વી. તાત વચન ઘર બાલીઆ રે, કીધી અંતે ઉર સાર રે; ચ્યારે બુધિ તણો ધણી રે, ધન ધન અભયકુમાર રે. . ૯૮૧ વી. વાટ જુઈ નૃપ સુત તણીએ, ના અભયકુમાર રે; સંયમ લીધુ જ સાંભળ્યું રે, હોઈ નૃપ ચિંતા અપાર રે. ... ૯૮૨ વી. રત્ન ગયું મુઝ બારથી રે, એહથી હુંતો રાજ રે; સુર નર નરપતિ મુની વડા રે, ધરતા એહની લાજ રે. ... ૯૮૩ વી. અર્થ - રાત્રિના સમયે ભયંકર ઠંડીમાં મહારાણીનો હાથ કામળીની બહાર રહી ગયો ત્યારે અસહ્ય ઠંડીથી તે લાકડા જેવો કડક થઈ ગયો. રાણીને ખૂબ વેદના થઈ. ત્યારે મહારાણી ચેલ્લણાને ધ્યાનસ્થ મહર્ષિ યાદ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570