________________
૫૦૬
કવિ ઋષભદાસ કૃત “શ્રી અભયકુમાર રાસ”
વર્તનથી) લજ્જિત થઈ નિરાશ વદને પાછા વળ્યા.
... ૯૩૨ જિનદત્ત શેઠ ન્યાય મેળવવા માટે મહારાજ શ્રેણિક પાસે પહોંચ્યા. તેમણે મહારાજાને સર્વ પૂર્વવૃત્તાંત કહ્યો. મહારાજાએ સચોટ ન્યાય કરવા પોતાના પ્રિય પુત્ર અભયકુમારને રાજસભામાં બોલાવ્યા. તેમણે અભયકુમારને આદેશ આપતાં કહ્યું, “વત્સ! ઉજ્જયિની શ્રેષ્ઠીવર્ય જિનદત્ત શેઠને તમે તેમની સુવર્ણમય રત્નજડિત વાંસળી પાછી અપાવો.”
... ૯૩૩ અભયકુમારે કહ્યું, “હે શેઠ! તમે નિરાશ ન થાવ. તમે તમારા ધનની પાછા મળવાની આશા છોડશો નહી. જો તમારી વાત સત્ય હશે તો તમારું ધન નિશ્ચિતપણે પાછું મેળવી માણી શકશો.”..૯૩૪
અભયકુમારે જિનદત શેઠને એક ઓરડામાં બેસાડયા. સેવકો દ્વારા તેમણે સાચા શેઠને સંપત્તિ માટે તેડાવ્યા. સાચા શેઠ ઉત્તમ પોશાક પહેરીને રાજદરબારમાં આવ્યા. અભયકુમારે ત્યારે ઊભા થઈ તેમનું અભિવાદન કર્યું.
...૯૩૫ અભયકુમારે ચાર હોંશિયાર પુરુષોને સોગઠાબાજી રમવા ત્યાં મોકલ્યા. તેમણે ત્યાં બાજોઠ ઢાળ્યો. સોગઠા બાજીની રમત મંડાણી. રમત રમતાં અત્યંત જામી ત્યારે અભયકુમારે કહ્યું. ... ૯૩૬
શ્રેષ્ઠીવર્ય! કંઈક શરત કરીને રમત રમીએ જેથી આનંદ આવે. ફક્ત પાણી વલોવવાથી શું દિવસ વળ (શરત વિના રમત રમવાથી શું લાભ થાય?)''હાર અને જીતનો ઠરાવ નક્કી કરી તેમણે બાજી લગાવી. તેમણે ચાર વીંટીઓ રમત માટે ઉતારીને સાથે મૂકી (અભયકુમારે શેઠની વીંટી બદલાવી લીધી.)... ૯૩૭
અભયકુમારે પોતાના સેવકોને કહ્યું કે, “સાચા શેઠના ઘરે આ તેમના નામની વીંટી લઈને જાવ. ત્યાં જઈને (શેઠની વીંટી બતાવી) શેઠાણીને કહેજો કે, “તમારા પતિદેવને ચોરીના અપરાધ બદલ દંડ થયો છે. તેમને છોડાવવા માટે આપ તમારે ત્યાં રહેલી સુવર્ણમયી રત્નમય વાંસળી આપો”
...૯૩૮ સેવકોએ હવેલીમાં જઈ શેઠાણીને વીંટી બતાવતાં કહ્યું, “શેઠે અમને તેમના હાથની આંગળીની વીંટી નિશાનીરૂપે આપી વાંસળી મંગાવી છે. તમે વાંસળી આપો. શેઠાણીએ વાંસળી આપી. સેવકોએ આ વાંસળી લઈ મહામંત્રી અભયકુમારને આપી.
મહામંત્રી અભયકુમારે બીજા ઓરડામાંથી જિનદાસ શ્રેષ્ઠીને બોલાવ્યા. તેમણે જિનદાસ શેઠને વાંસળી બતાવી. જિનદાસ શેઠે વાંસળી જોઈને તરત જ કહ્યું, “મહામંત્રી ! આ જ મારી સુવર્ણમયી વાંસળી છે, જે સાચા શેઠને થાપણ તરીકે મૂકવા માટે મેં આપી હતી.'
... ૯૪૦ અભયકુમારે શેઠને પૂછતાં કહ્યું, “સાચા શેઠ ! શું આ વાત સત્ય છે?” સાચાશેઠે દઢતાપૂર્વક કહ્યું, “જિનદત્ત શેઠ મૂર્ખ અને ગમાર છે. મહામંત્રી અભયકુમાર! અહીં ઘણાં મકાનો સરખાં છે. સરખાં રંગવાળા મકાનો જોઈને જિનદત્ત શેઠ ઘર ભૂલી ગયા છે.”
...૯૪૧ અભયકુમારે સુવર્ણમયી વાંસળી હાથમાં લીધી. તેમણે આ વાંસળી જિનદત્ત શેઠને જોવા માટે આપી. શેઠ! જો આ વાંસળી તમારી હોય તો તે તમે લઈ લો. જેથી તમારા પેટમાં શીતલતા થાય.” ...૯૪૨
સાચા શેઠને વાંસળી જોઈ પેટમાં ધ્રાસકો પડયો. વાંસળી જોઈને તેમનું વદન અંતે શ્યામ થઈ ગયું.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org