________________
૫૦૩
અર્થ - દેવો જમીનથી અધ્ધર ચાલે છે, એવું જિનેશ્વરદેવ મહાવીરસ્વામીએ કહ્યું છે. રોહિણેય કેવી રીતે પકડાય? તે માટે અભયકુમાર અનેક ઉપાયો કરવા લાગ્યા.
...૯૧૭ રોહિણેયચોરને અભયકુમારના પયંત્રની ગંધ આવી ગઈ. તેણે કપટપૂર્વક ઊભા થઈ કહ્યું, “હું ક્યા દેવલોકમાં છું તે કહો" સુંદરીઓએ કહ્યું, “આ બીજું ઈશાન નામનું દેવલોક છે.” ...૯૧૮
રોહિણેય તરત જ બોલ્યો, “સુંદરીઓ મેં પૂર્વભવમાં (સાધુ સંતોની સેવા, વ્રત - નિયમોનું પાલન, યથાશક્તિ દાન) ઘણાં સત્કર્મો કર્યા છે. મારું અઢળક પુણ્ય ક્યાં ગયું? જો થોડું હજી વધારે પુણ્ય કર્યું હોત તો બારમાદેવલોકમાં દેવ થાત.
...૯૧૯ મહેલમાં છુપાયેલા અભયકુમારે વિષાદપૂર્વક સ્વયં કહ્યું, ‘તું ધેર્ય, સાહસિક અને વિવેકી છે તેથી તું કોઈ રીતે નિશ્ચયથી બંધાઈશ નહીં. રોહિણેય ચોરે વીર વચનને હૃદયમાં ધારણ કર્યા તે પુણ્યના પ્રભાવથી સંકટમાંથી ઉગરી ગયો.
...૯૨૦ અભયકુમાર જેવા તીક્ષ્ણ બુદ્ધિવાન પણ રોહિણેયચોરને ન પકડી શક્યા ત્યારે રોહિણેયચોરે વિચાર કર્યો કે ભગવાન મહાવીર સ્વામીનું તારણહાર નામ છે તે યોગ્ય છે. તેમણે દેવોના વર્ણનની એક ગાથા કહી તેનાથી હું આજે સંકટમાંથી હેમખેમ પાર ઉતરી ગયો. મારું શુભ કાર્ય થયું. ...૯૨૧
(જ્ઞાતપુત્ર મહાવીર સ્વામીના વચનોએ મહામાત્યા અભયકુમારની ગૂઢ માયા જાળને છિન્ન કરી નાખી. રોહિણેયચોરનું હૃદય પરિવર્તન થયું. અનિચ્છાએ સાંભળેલી વીરવાણીથી મારા જીવનને આટલો લાભ થયો તો સ્વેચ્છાએ ઉત્સાહપૂર્વક જિનવાણીનું શ્રવણ કરતાં મારા જીવનનો ઉદ્ધાર થઈ જશે. મનોમંથન કરતો રોહિણેય સમવસરણમાં પહોંચ્યો. ભગવાનની દેશના સાંભળી. તેની સુષુપ્ત ચેતના જાગૃત થઈ) રૌહિણેયકુમારે પોતાનું વાસ્તવિક સ્વરૂપે પ્રગટ કરી મહારાજ શ્રેણિક અને મહામાત્યા અભયકુમારને (આત્મનિવેદન કરતાં) કહ્યું, “મહારાજ ! હું અપરાધી રોહિણેયચોર છું. અનેક અપરાધો નગરમાં થયાં તે સર્વ મેં કર્યા છે.
.. ૯૨૨ હે પ્રજાપાલક! મારા દુષ્કૃત્યોને માફ કરો. પાપોનું પ્રાયશ્ચિત કરવા મને જિનેશ્વર ભગવંતના હાથે દીક્ષા અપાવો.” (મગધના લોકોનું ચોરેલું ગુપ્ત ધન અને અપાર રત્નરાશિ તેણે પાછી આપી.) રોહિણેયકુમારે દીક્ષા લેતાં પૂર્વે લોકોને ખૂબ દાન આપ્યું. (રાજગૃહીના હજારો નરનારીઓ સહિત) મહારાજા શ્રેણિક અને મહામાત્યા અભયકુમારે રોહિણેયકુમારનો દીક્ષા મહોત્સવ ભવ્ય રીતે ઉજવ્યો. ... ૯૨૩
રોહિણેયકુમારની દીક્ષા નિમિત્તે એક શિબિકાનું આયોજન કરવામાં આવ્યું. રોહિણેયકુમાર ચારે તરફ શણગારેલી સુંદર શિબિકામાં બેઠા. આ શિબિકાને મગધના અધિપતિ મહારાજા શ્રેણિક અને મહામાત્યા અભયકુમારે સ્વયં પોતાના ખભા ઉપર ઊપાડી.
... ૯૨૪ આ દીક્ષાનો પ્રસંગ ખૂબ ઠાઠમાઠપૂર્વક ભવ્યાતિભવ્ય રીતે ઉજવાયો. રોહિણેયકુમારે (ઉલ્લાસપૂર્વક) ભગવાન મહાવીરસવામીના હાથે (પાંચ મહાવ્રત સ્વીકારી) પ્રવજ્યા અંગીકાર કરી. રોહિણેયકુમારે સંયમ અને તપ કરી સુખ મેળવ્યું. તેઓ આયુષ્ય પૂર્ણ કરી દેવગતિમાં ગયા. ...૯૨૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org