________________
૪૬૫
રાજગૃહી નગરી તરફ પ્રયાણ કર્યું. અભયકુમાર નગરમાં આવી પોતાના પિતા શ્રેણિક મહારાજ અને માતા સુનંદાદેવીને મળ્યા. પુત્ર મિલનના આનંદથી માતા-પિતાનું ઘણા દિવસોનું દુઃખ દૂર થયું. ... ૭૦૭
ચકોર પક્ષીને ચંદ્રમાના મિલનથી અને કમલ પુખને સૂર્યના ઉદયથી અતિશય આનંદ થાય છે. પાંડવોને જેવો માતા કુંતી પ્રત્યે નેહ હતો, તેવો મોરને મેધરાજાના આગમન પ્રત્યે છે. ... ૭૦૮
એ જ રીતે અભયકુમાર પ્રત્યે મહારાજ શ્રેણિક અને સુનંદારાણીનો સ્નેહ હતો. તેમનું મિલન થતાં સૌના હૃદયમાં શાંતિ થઈ. અભયકુમાર પોતાના પિતા શ્રેણિક મહારાજાની સમીપમાં રહ્યા પરંતુ ચંડપ્રદ્યોતન રાજા પ્રત્યે હૃદયમાં જે વૈરભાવ હતો તે કાયમ રહ્યો.
.. ૭૦૯ અનુક્રમે ઘણો સમય પસાર થઈ ગયો. અભયકુમારે બે યુવાન કન્યાઓને ગણિકા પાસેથી મેળવી. આ કન્યાઓ નવ યોવન, સ્વરૂપવાન અને સુંદર મુખાકૃતિવાળી હતી. તેઓ કલાકૌશલમાં પ્રવીણ અને અપાર સોંદર્યવાન હતી.
... ૭૧) અભયકુમારે બે (ચતુર અને સુંદર) સ્ત્રીઓને પોતાની સાથે લીધી. પોતે સ્વયં (વણિક)વ્યાપારીનો વેશ ધારણ કર્યો. તેઓ ઉજ્જયિની નગરીમાં આવ્યા. ઉજ્જયિની નગરીના રાજમાર્ગ પર સુંદર હાટ માંડીને રહ્યા.
... ૭૧૧ અભયકુમારે રહેવા માટે એક શ્વેત મહેલ ભાડેથી લીધો. તેમણે ત્યાં રહી અપાર ઠગ વિદ્યા આદરી. મહેલના ઝરૂખામાં શણગાર સજીને બન્ને યુવાન કન્યાઓ (સોના અને રૂપા) બેઠી. તેમની આંખો મૃગનયની જેવી ચંચળ અને અણિયાળી હતી. તેઓ ચારે બાજુદષ્ટિ કરી ટગર ટગર જોવા લાગી. ... ૭૧૨
એક દિવસ બન્ને કુમારિકાઓ સોળે શણગાર સજી રાજમહેલની અટારીમાં બેઠી હતી. તે સમયે રાજમાર્ગ પરથી પસાર થતાં તેમને જોઈ ચંડપ્રદ્યોતનરાજાએ ચિંતવ્યું, “શું આ કોઈ નાગકન્યાઓ છે કે પછી કોઈ સ્વર્ગલોકની સુરસુંદરીઓ છે? શું આ કોઈ વિદ્યાધર કન્યાઓ છે કે પછી કોઈ કિન્નર દેવોની પુત્રીઓ કિન્નરીઓ?'
... ૭૧૩ તેમનું મુખકમળ ચંદ્ર જેવું ગોળમટોડ હતું. તેમની કમર અત્યંત પાતળી હતી. કન્યાઓનું સૌંદર્ય જોઈ લોલુપી ચંડપ્રદ્યોતનરાજાનું મન (તેમને મેળવવા) લાલાયિત થયું. કામાંધ ચંડપ્રદ્યોતનરાજા તેમને વિકારી નજરે જોવા લાગ્યા. કન્યાઓ પણ તેમને મોહપાશમાં નાખવા પ્રીતિભરી નજરે જોવા લાગી... ૭૧૪
પરસ્પર આંખોથી આંખો અને મનથી મન મળ્યાં. (રાજા કન્યાઓને મળવા આશક્ત બન્યા) તેમનાં સૌદર્યને જોઈ રાજાની દાઢમાંથી મોહનો તીવ્ર રસ ઝરવા લાગ્યો. તેમણે શીધ્ર એક ચતુર અને વિશ્વાસુદાસીને આ કન્યાઓ પાસે મોકલી. દાસી સુંદર, કિંમતી વસ્તુઓ ભેટ લઈ ત્યાં આવી.
... ૭૧૫ દાસીએ કિંમતી વસ્તુઓ ભેટ ધરી આમંત્રણ આપતાં કહ્યું, “તમે અમારા રાજા ચંડપ્રદ્યોતન પાસે પધારો. (તેઓ તમને મહારાણી બનાવવા ઇચ્છે છે. તેઓ તમારા રૂપથી અત્યંત મુગ્ધ બન્યા છે.)” બન્ને કુમારિકાઓએ આ વાત સાંભળી કૃત્રિમ ગુસ્સો કરી દાસીને ત્યાંથી ધમકાવી કાઢી મૂકી. ... ૭૧૬
દાસી ચંડપ્રદ્યોતનરાજા પાસે આવી. તેણે સર્વવૃત્તાંત કહ્યો. તેણે કહ્યું, “મહારાજ ! આ કન્યાઓથી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org