________________
ત્યારે વણિક સમાજે ભેગાં થઈ મેતાર્યકુમારને એક દુર્ગંધમય જગ્યામાં પૂરી દીધો. રાત્રિના સમયે પૂર્વનો મિત્ર દેવ ત્યાં દોડી આવ્યો. તેણે કહ્યું,‘‘કંઈ જરૂર હોય તો તમે માંગો હું તમને મદદ કરીશ.''...૮૩૦ ‘આ પોતાનો પૂર્વ ભવનો જ મિત્ર છે, ’ એવું જાણી તેને મદદ માટે વિનંતી કરતાં મેતાર્યકુમારે કહ્યું, ‘‘હે મિત્ર દેવ ! તમે મને આ દુર્ગંધથી મુક્ત કરાવો. મને અહીંથી બહાર કાઢો’' દેવે કહ્યું, ‘“મિત્ર ! જો તમે સંયમ સ્વીકારો તો હું દુર્ગંધથી મુક્ત કરું.''
...૮૩૧
મેતાર્યકુમારે કહ્યું, ‘‘મિત્ર દેવ ! તમે મને એકવાર સ્ત્રી સહવાસનું સુખ માણવા દો પછી તમે મને સંયમ પમાડજો.'' ત્યારે દેવે તેને એક દિવ્ય બકરો અને વિદ્યા આપી. તે બકરો નિત્ય રત્ન આપતો હતો. આ બકરો દેવાધિષ્ઠ હોવાથી ઉત્તમ અને ગુણવાન હતો.
...૮૩૨
અંત્યજ બકરા તરફથી મળેલા રત્નોનો થાળ લઈ શ્રેણિકરાજા પાસે આવ્યો. તેણે દેવાધિષ્ઠ બકરાની વાત રાજાને જણાવી. રાજાએ ઉત્તમ બકરાની માંગણી કરી તેને પોતાના રાજમહેલમાં બાંધ્યો. બકરાએ રાજમહેલના દ્વારે પ્રવેશતાં જ ભયંકર દુર્ગંધમય વિષ્ટા છોડી.
...૮૩૩
ભયંકર દુર્ગંધ સહન ન થવાથી શ્રેણિકરાજાએ તે બકરો અંત્યજને ત્યાં પાછો આપ્યો. રાજાએ અંત્યજને પૂછયું, “તું આવા દુર્ગંધી બકરાની ભેટ અહીં શામાટે લાવ્યો છે ?'' ત્યારે અંત્યજે ખુલાસો કરતાં રાજાને કહ્યું.
...૮૩૪
૪૮૭
“હે મહારાજ ! તમારી કન્યાના વિવાહ મારા પુત્ર મેતાર્ય સાથે કરાવો.’' આવી અનુચિત માંગણી સાંભળી મહારાજા અત્યંત ખીજાયા. તેમણે સેવકોને આદેશ આપતાં કહ્યું, ‘આ અવિવેકી અંત્યજને પકડો. તે સર્વને વિચાર કર્યા વિના જ મારી નાંખો'' ત્યારે બુદ્ધિવંત અભયકુમારે પિતાજીને રોકતાં કહ્યું...... ....૮૩૫
“મહારાજ ! ધીરજથી કાર્ય કરો. આ બકરો તેને કોઈ દેવે આપ્યો છે. આપણે તેની પરીક્ષા કરી પછી શિક્ષા આપશું.’’ અભયકુમારના કહેવાથી મહારાજાએ અંત્યજને રાજસભામાં બોલાવ્યો. અભયકુમારે અંત્યજને કહ્યું, “રાજા તમને એમની પુત્રી જરૂર આપશે પણ તેના બદલામાં રાજાના સર્વ કાર્યો તમારે કરવાં પડશે.''
...૮૩૬
તમે વૈભારગિરિ પર્વત સુધી સડક બનાવી આપો (જેથી ત્યાં પધારેલા ભગવાન મહાવીરસ્વામીને વંદન કરવા જઈ શકાય) અને શહેરનો કિલ્લો સુવર્ણમય કાંગરાનો બનાવી આપો, આટલું કાર્ય કરતાં રાજા જરૂર પોતાની કન્યા તમને આપશે. (આ બે કાર્ય દેવે તરત જ કરી આપ્યા) ત્યારપછી પુનઃ રાજાએ એક શરત કરી કે ઊંચા કિલ્લા જેટલું ક્ષીરસમુદ્રનું અમૃત જેવું પાણી લાવો.
...૮૩૭
આ ક્ષીર સમુદ્રના પાણીમાં તમારો પુત્ર સ્નાન કરી શુદ્ધ થાય તેમજ રાજાનું છત્ર સિર ઉપર ધરે તો હું મારી પુત્રી તમારા પુત્રને આપીશ.અંત્યજે જઈને પોતાના પુત્રને સર્વ હકીકત કહી.
...૮૩૮
મેતાર્ય કુમારે દેવને જે કાર્યો ક૨વા માટે આદેશ આપ્યો તે સર્વકાર્યો દેવે ક્ષણવારમાં પૂર્ણ કર્યા. રાજા અત્યંત ખુશ થયા. તેમણે પોતાની પુત્રીના લગ્ન મેતાર્યકુમાર સાથે કરાવ્યા તેમજ પૂર્વની આઠ કન્યાઓ પણ મેતાર્યકુમારને પરણી.
...૮૩૯
Jain Education International.
For Personal & Private Use Only
www.jainelibrary.org