________________
કવિ ઋષભદાસ કૃત ‘શ્રી અભયકુમાર રાસ’
પાસે દોડીને આવ્યા. તેમણે અભયકુમારની સમક્ષ સુવર્ણનો ઢગલો કરતાં કહ્યું, “મહામંત્રીશ્વર ! આ સુવર્ણ લઈ લો પણ મને બચાવો.’’
૪૮૨
...૮૦૭
એ જ પ્રમાણે અભયકુમારે અન્ય મંત્રીઓના ઘરે સેવકોને તેમના કલેજાનું માંસ લેવા મોકલ્યા. સર્વ પ્રધાનો અને મંત્રીઓએ પોતાના કાલેજાનું માંસ આપવાની મનાઈ કરી. તેઓએ તેના બદલામાં પુષ્કળ ધન આપ્યું. અભયકુમારે અવસર મળતાં જ પુનઃ રાજસભા ભરી. અભયકુમારે રાજસભામાં મંત્રી અને પ્રઘાનો તરફથી મળેલા સુવર્ણના ઢગલાઓ કર્યા.
...૮૦૮
અભયકુમારે પ્રસંગ જોઈને કહ્યું, “મહારાજ ! રાજ્યસભામાં કહેવામાં આવ્યું હતું કે, માંસ એકદમ સસ્તું છે પરંતુ હું કહું છું કે માંસ સુવર્ણથી પણ મોંધુ છે.’ મંત્રી અને પ્રદ્યાનોના ધરે સેવકો કલેજાનું માંસ લેવા ગયા. તેમણે કોઈએ પોતાના કલેજાનું રતીભર માંસ પણ ન આપ્યું. તેમણે તેના બદલામાં ઘણી સોનામહોરો આપી. મહારાજ ! મારો અને અન્યનો આત્મા સમાન છે. (સૌને પોતાનું જીવન પ્રિય છે.) આ કારણથી હું કહેતો હતો કે માંસ મોંઘું છે. (સંસારના પ્રાણીઓ પરસ્પર અવલંબિત છે.)
...૮૦૯
જે પોતાના આત્માને સુરક્ષિત રાખે છે અને બીજાના આત્માનો વધ કરી તેનું માંસ ભક્ષણ કરે છે, તેના માટે આ સ્થાને માંસ સસ્તું છે. આવા ઘાતકી લોકો મરીને નરક ગતિમાં જાય છે. માંસભક્ષી જીવોનો પરમાધામી દેવો મુદ્ગરના પ્રહરો વડે ઘાત કરે છે.
...૮૧૦
માંસભક્ષણ કરવાથી હરિવંશ કુળનું યુગલિક મરીને નરકગતિમાં પ્રવેશ્યું. કાલસૌરિક કસાઈ (માંસ માટે) જીવોના પ્રાણધાત કરવાથી પાતાળ લોકમાં સાતમી નરકના તળિયે પહોંચ્યો.'' ...૮૧૧ અભયકુમારના ધાર્મિક વચનો સાંભળીને નગરજનો સમજી ગયા. વિપુલ સંખ્યામાં લોકોએ માંસભક્ષણ ન કરવાની પ્રતિજ્ઞા લીધી. શ્રેણિકરાજાને હવે સમજાયું કે અભયકુમાર લોકોને જીવદયાનો પાઠ ભણાવવા માંગતા હતા. તેઓ લોકોને સાચા જૈન બનાવવા ઈચ્છતા હતા. દયાગુણથી દીપતા મગધાધિપતિના સપૂત અભયકુમાર ધન્ય છે !
...૮૧૨
દુહા : ૩૯ 'મેતાર્યકુમાર ચરિત્ર અભયકુમાર સમ બુધિ નહી, જેણે બંધાવી પાય; કનક કોટ કરાવીઉં, નગરી શોભા કાય. સોય કથા વિવરી કહું, સાકેતપૂર જે ગાંમ; ચંદ્રભંતસુક સારીઉં, સાગરચંદ સૂત નામ. વૈરાગઈ સંયમ લીઈ, આલ્યું બંધવ રાય; બાલચંદ નામ જ સહી, મુની વીહાર જ તાય. રાજપૂત્ર પ્રોહીત મલી, મારઈ મુનીનેં દોય; સાગરચંદ શ્રવણે સુણી, પોહોતો નિજ પુરલોય.
(૧) ભરહેસ૨ની સજઝાયની કથાઓ, પૃ.૧૬ થી ૨૧.
Jain Education International
For Personal & Private Use Only
૮૧૩
... ૮૧૪
૮૧૫
... ૮૧૬
www.jainelibrary.org