________________
૪૮૧
કાલજ અંશ માનસનુ ખાય, શ્રેણીક રોગ તો વેગિં જાય; મોકલ્યા પૂરષ મંત્રી ઘર જ્યાંહિ, કાલજ અંશ માંગ્યું જઈ ત્યાંહિ. . ૮૦૬ મરવા ભાગો બીહીનો સહી, અભયકુમાર કહે આવ્યો વહી; કીધો સોવનનો અંબાર, કરો ઋણ અમ અભયકુમાર. સઘલા મંત્રીનિ પરધાન, મંશ ન આપઈ દઈ નીધાંન; વાહણે રાજશભા પુરાય, સોવન ઢેર કરયો તિણે ઠાય. રવાની મંશ સોધું કહી અતી, આપ્યો દ્રવ્ય ન દીધુ હતી; આતમ પર આતમ સરખાય, તેનિ મંશ મોઘુ સુણિરાય.
... ૮૦૯ રાખે આપ આતમને ખાય, તેનઈ મંશ સોલ્વ એણે ઠાય; પણિ તે પરભાવિ નરગું જાય, પરમધામિ મોરે ઘાય. યુગલ મરી જે નરગિં જાય, તે તો મંશ તણો સહી માય; અકાઈ કરતો જીવની ઘાત, પામ્યો નરગ પાતાલિં સાત.
.. ૮૧૧ સુણી વચનનેં સમજા સહુ, મંશ અગડ તે કરતા બહુ; શ્રેણીક સમઝયો તેણી વાર, ધન ધન બેટો અભયકુમાર.
... ૮૧ર અર્થ:- એક દિવસ શ્રેણિકરાજા સભા ભરીને બેઠા હતા. આ સભામાં અનેક પુરુષો પણ બેઠાં હતાં. લોકો નગરની શોભાનું વર્ણન કરતા હતા. તે સમયે કેટલાક લોકોએ માંસાહારની પ્રશંસા કરતાં કહ્યું, “આપણા નગરમાં માંસ એકદમ સસ્તુ અને સુલભ છે તેથી માંસ ભક્ષણ ઉત્તમ છે.”
...૮૦૨ ધર્મપ્રિય અભયકુમાર આ સાંભળીને અત્યંત નારાજ થયા. તેમણે ગુસ્સે થઈ કહ્યું, “તમે લોકો અસત્ય બોલો છો. માંસ એ તો સોનાથી પણ વધુ કિંમતી છે. તે સહેલાઈથી મળી શકે તેમ નથી. તમે લોકો તેને સતું શા માટે કહો છો?”
..૮૦૩ શ્રેણિક રાજાએ આ વાત સાંભળી અભયકુમારને કહ્યું, “મહામંત્રી! તમારા વિચારો પ્રગટ કરી નગરજનોનો સંદેહ દૂર કરો” અભયકુમારે કહ્યું, “મહારાજ ! અવસર આવશે ત્યારે જરૂર સંદેહરૂપી તાપનું નિવારણ કરીશ. જયારે તેવું કરીશ ત્યારે મહારાજ તમે પણ ખુશ થશો” (મનુષ્યનું માંસ પ્રાપ્ત થવું દુર્લભ છે તે વાત સાબિત કરવા અભયકુમારે પાંચ દિવસની મુદત લીધી.)
...૮૦૪ સભા વિસર્જિત થતાં નગરજનો સૌ પોતપોતાના સ્થાને ગયા. અભયકુમારે એક ઉપાય વિચાર્યો “મહારાજ શ્રેણિકને અસાધ્ય રોગ ઉત્પન્ન થયો છે. આ રોગ દૂર કરવાનો એક જ ઉપાય છે. ....૮૦૫
વૈદ્યોએ કહ્યું છે કે, જો મનુષ્યના કાળજાનું માંસ ખાવા માટે આપવામાં આવેતો શ્રેણિકરાજાનો અસાધ્ય રોગ તરત જ મટી જાય.” અભયકુમારે મંત્રીના ઘરે સેવકોને આ પ્રમાણે શીખવાડી મોકલ્યા. તેઓએ ત્યાં જઈ માનવના કલેજાનું માંસ માંગી કહ્યું કે તેના બદલામાં રાજા પુષ્કળ ધન આપશે. ...૮૦૬
મંત્રીને પોતાનું જીવન પ્રિય હતું. તેઓ મરણના ભયથી ત્યાંથી ડરીને ભાગ્યા. તેઓ અભયકુમાર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org