________________
४७८
કવિ ઋષભદાસ કૃત “શ્રી અભયકુમાર રાસ”
અભયકુમારે (તાપણું તપતા લોકોને) એક રોમાંચકારી અભુત કથા કહી. મદનવર નામનું એક સુંદર ગામ હતું. ત્યાં હિરણદત્ત નામનો એક દયાળુ મંત્રી રહેતો હતો. તેની મદનસેના નામની સ્વરૂપવાન કન્યા હતી.
એક દિવસ તે કન્યા (કામદેવની પૂજા કરવા) પુષ્પો વીણવા માટે જંગલમાં ગઈ. તે ઉદ્યાનમાં પુષ્પો વીણતી હતી ત્યારે બ્રહ્મદત્ત નામના માળીએ તેને પકડી. સ્વરૂપવાન કન્યાને જોઈ માળી તેના ઉપર મોહિત થયો. તેણે તેનો રસ્તો રોકી તેની પાસેથી બળાત્કારે ભોગ સુખોની અનુચિત માંગણી કરી. ત્યારે ઉદ્યાનમાં રહેલી તે કન્યાએ પૂજતાં કહ્યું.
હું અપાર શીલવાન અને સત્ત્વશાળી છું. હું કુંવારી કન્યા છું. (જો તમે મને હમણાં અડશો તો મારું જીવન ભ્રષ્ટ થઈ જશે. તમે છોડી દો નહિતર હું જીભ કચડી મરી જઈશ) હેમાળી ! વિવાહ થઈ ગયા પછી હું નિશ્ચિત ભરતાર પાસે જવા પૂર્વે તમારી પાસે આવીશ.”
... ૭૮૮ માળીને કન્યાની દીનતા જોઈ દયા આવી. તેના ઉપર વિશ્વાસ મૂકી વચન ખાતર તેને જવા દીધી. (કેટલોક સમય પસાર થતાં મંત્રીએ પોતાની પુત્રીને ઉત્તમ વર સાથે પરણાવી) કન્યા પરણીને પોતાના પતિના ઘરે આવી. તેણે વિવાહની પ્રથમ રત્રિએ પોતાના પતિને (અમૂક પરિસ્થિતિવશ) માળીને વચન આપ્યાનો સર્વ વૃત્તાંત કહ્યો. (તેણે પ્રતિજ્ઞાનો ભંગ ન થાય તે માટે માળી પાસે જવાની પતિ પાસે આજ્ઞા માંગી) પતિએ (રહસ્ય જાણવાની જિજ્ઞાસાથી પત્નીને આજ્ઞા આપી.)
... ૭૮૯ રાત્રિના સમયે (આભૂષણો પહેરી, શણગાર સજી) કન્યા નીડરપણે માળી પાસે જવા નીકળી. તેવામાં તેને રસ્તામાં રાક્ષસો મળ્યો. ત્યાંથી થોડું આગળ ચાલી ત્યાં માર્ગમાં ચોરો મળ્યા. (એકલી કન્યા, ઘરેણાંથી શોભતી હતી તેથી ચોરોએ તેને રોકીને ઘરેણાં આપી દેવા કહ્યું અને રાક્ષસોએ અટ્ટહાસ્ય કરી કન્યાનું ભક્ષણ કરવાની તૈયારી કરી તે વખતે કન્યાએ નીડરપણે પોતાની વાત બધાને સમજાવી. હું મારી પ્રતિજ્ઞા પાળવા માટે માળી પાસે જાઉં છું. કૃપા કરી મને હમણાં જવા દો. હું તેની પાસે જઈ પાછા ફરતાં તમને જરૂર મળીશ, ત્યારે તમને યોગ્ય લાગે તેમ કરજો. રાક્ષસોએ અને ચોરોએ કન્યાની સાચી હકીકત જાણી તેને જવા દીધી). ત્યાંથી નીકળી કન્યા બગીચામાં બ્રહ્મદત્ત માળીના ઘરે આવી પહોંચી. ... ૭૯૦
બ્રહ્મદત્ત માળી તેને જોઈને સ્તબ્ધ બન્યો. તેણે કહ્યું, “હે કન્યા! આપેલા વચન ખાતર તારા પતિએ લગ્નની પ્રથમ રાત્રિએ મધુરજની પૂર્વે મારી પાસે મોકલી છે પરંતુ તું પરણેલી હોવાથી હવેથી મારી બહેન છે ! હું અધમ પાપાચારનો ત્યાગ કરું છું.”
બ્રહ્મદત્ત માળીના સદાચારની પ્રશંસા કરતી કન્યા પછી પોતાના પતિ ગૃહે જવા નીકળી. તે સમયે રસ્તામાં જ્યાં ચોર લોકોની વસ્તી હતી ત્યાં આવી, કન્યાના શીલ અને સદાચારથી (માળીનું હૃદય પરિવર્તન થયું છે તે જાણી) પ્રભાવિત થયેલા ચોરોએ (શું આપણે બ્રહ્મદત્ત માળીથી પણ અધમ છીએ? એવું વિચારી) વસ્ત્રાદિ ભેટ આપી સત્ય નિષ્ઠાવાન નારીને જવા દીધી.
... ૭૯૨ (૧) નોંધ :- વસંતપુર નગરમાં જીર્ણશ્રેષ્ઠી નામના એક નિર્ધન શેઠની એક કન્યા હતી. (ત્રિ.શ.પુ.ચ. પર્વ -૧૦, સર્ગ-૭, પૃ.૨૧૪, ૨૧૫.)
••• ૭૯૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org