________________
૪૫૩
વસંત સેનાપતિએ કહ્યું, “દેવી! તમે આજ મને મંદિરમાં પ્રવેશતાં શા માટે રોકો છો? તમે તો અતિથિ બનીને આવવાનું આમંત્રણ આપ્યું હતું. ચંપકમાલાએ કહ્યું, “હે નરપતિ! તમને તેનું કારણ કહું
...૬૪૭ મારી સ્વામીની પદ્માવતી રાજકુમારી છે. તેની પાસે એક બ્રાહ્મણ બે સ્ત્રીઓને મૂકી ગયો છે. અહીં મારી સાથે ત્રણ નારીઓ આ મંદિરમાં છે તેથી હું આ મંદિરમાં કોઈને પ્રવેશ કરવા દેતી નથી'' ... ૬૪૮
જ્યારે ચંપકમાલા દાસી સાથે સેનાપતિ વસંત વાર્તાલાપ કરતા હતા ત્યારે ઉદાયનરાજા સાંભળી રહ્યા હતા. તેમણે વિચાર્યું “આ વાસવદત્તા રાણીની સખી છે. મંત્રીએ રાણીને જરૂર આ સ્થાને મૂકી હશે.”
...૬૪૯ મંદિરના દ્વાર ઉપર બહાર બેઠેલા ઉદાયન રાજાએ મંદિરની અંદર થતી વાતો સાંભળી. પદ્માવતી રાજકુમારીની આગળ ત્રણ રાજકુમારી છે. તેઓ પોતાની પૂર્વ કથા કહે છે.
...૬૫૦ - રાજકુમારી પદ્માવતીએ કહ્યું, “તમે વાસવદત્તા રાણીનો અવદાત સાંભળો. એક કલ્યાણ કરનારી શંકરા જોગણીએ મને ઉદાયનરાજાનો વૃત્તાંત કહ્યો છે.
...૬૫૧ તેમને મેળવવા માટે હું દેવનું ધ્યાન કરું છું.” આ પ્રમાણે પરસ્પર અંદર અંદર તેઓ વાતો કરતા રહ્યા. સૌએ પોત પોતાનું દુઃખ વ્યક્ત કર્યું. એમ કરતાં પ્રભાતનો સમય થયો.
..૬૫ર પ્રભાતે મંદિરના દ્વારે રાજા અને મંત્રીને બેઠેલા જોયા. વાસવદત્તારાણી તરત જ ઉદાયનરાજાને ઓળખી ગઈ. કવિ ઋષભદાસ કહે છે કે મહારાજા ઉદાયન અને વાસવદત્તા રાણીનું પુનઃ મિલન થતાં આનંદ થયો.
દુહા ઃ ૩૩ ઉદયનને દેખી નારી, પદમાવતી હરખેહ;
વિંછીત વર મુઝ નઈ મિલ્યો, નેહર્યું ધરતી નેહ, અર્થ - ઉદાયનરાજાને જોઈ તેમની પત્ની વાસવદત્તા ખૂબ ખુશ થઈ. પદ્માવતી રાણી પણ ઉદાયનરાજાને જોઈ હર્ષિત બની. તેને મનગમતો વર મળ્યો. હવે તે ઉદાયનરાજા સાથે પ્રેમથી રહેવા લાગી. ... ૬૫૪
ચોપાઈ ૧૩ ઉદાયન અને પદ્માવતીના લગ્ન તે મુઝ વલભ ઉદયન રાય, તેનઈ આવ્યો એણઈ ઠાહ; મહાબાહુ પોતાનો તાત, સોય કરઈ દહીવાની વાત. પદમાવતી પરણાવી સહી, હવે રાજ આપ્યા ગિહગઈ; બહુધન રથ દિજે વિદેહ, ઉદયન બહુસેન્યા મેલેહ.
...૬૫૬ માહાબાહુનો બેટો જેહ, સૂદરસેન નામઈ કહું તે; સેનાની નઈ લેઈ કરી, કોસંબી આવ્યો પરવરી.
•..૬૫૩
•••૬૫૪
•••૬૫૫
૬પ૭
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org