________________
૪૫ર
કવિ ઋષભદાસ કૃત “શ્રી અભયકુમાર રાસ”
છે.
રાજા અને મંત્રી આ પ્રમાણે વાતો કરતાં એક પર્વતના શિખરની ટોચે ચઢયા. ત્યાં જઈને તેમણે જિન મંદિરના જુહાર કર્યા. તેમણે જિનમંદિરનાં ભોયરામાં રહેલી ઋષભદેવ ભગવાનની પ્રતિમાનું પૂજન કર્યું.
...૬૩૫ જિનમંદિરમાં તેમણે વીણાવાદન કરી મધુર સ્વરોમાં સ્તવનો ગાયાં. ત્યારે ત્યાં એક જંઘાચરણ કેવળજ્ઞાની મુનિવરને જોયા. રાજાએ મનમાં ખૂબ અહોભાવ લાવી તેમને પ્રણામ કર્યા. ..૬૩૬
રાજાએ કેવળજ્ઞાની મહાત્માને પ્રેમપૂર્વક પૂછ્યું, “હે મહર્ષિ! મારા સંકટ, વિપત્તિઓ ક્યારે દૂર થશે?' કેવળજ્ઞાની મહાત્માએ નવકાર મહામંત્રની વિધિ શીખવી. આ મંત્રના સ્મરણથી સર્વ સુખો પ્રાપ્ત થાય છે.”
...૬૩૭ હવે ઉદાયનરાજા નિત્ય ત્રણે કાળે જિનેશ્વર દેવોનું પૂજન કરતા. તેઓ નિત્ય નવકાર મંત્રનું સ્મરણ કરતા. તેઓ ભગવાન મહાવીર સ્વામીના ગુણોનું સ્મરણ કરતા તેમજ ઉત્તમ ગુણવાન સાધ્વી મૃગાવતીનું સ્મરણ કરતા.
..૬૩૮ પાંચાલ નરેશ, જેણે કૌશાંબી નગરી પર આધિપત્ય સ્થાપવા નગરીને ચારે તરફથી ઘેરી લીધી. આ સાંભળીને ઉદાયનરાજાની ઉપાધિનો પાર ન રહ્યો. જ્યારે દુઃખદ સ્થિતિ હોય ત્યારે ચારે બાજુથી દુઃખ આવે
...૬૩૯ સેનાપતિ વસંતે કહ્યું, “મહારાજ! એક વર્ષ પૂર્ણ થયા આવ્યું છે, હવે સુખનો ઉદય થશે. હું આપને એક અપૂર્વ વાત કહું છું.” ઉદાયનરાજા તેની વાત સાંભળે છે.
...૬૪૦ આ જંગલમાં મેં એક સ્વરૂપવાન કન્યાને જોઈ. તે વૃક્ષ ઉપરથી દેવપૂજન માટે પુષ્પો ચૂંટતી હતી. મેં તે સુંદરીને પૂછયું, “તમે આ કાંટાવાળા વૃક્ષ ઉપરથી પુષ્પો શા માટે ચૂંટો છો?'
...૬૪૧ ત્યારે કન્યાએ ઉત્તર આપતાં કહ્યું, “મેઘવતી નગરીમાં મહાપ્રતાપી મહાબાહુ નામનો રાજા રાજ્ય કરે છે. તેમની પદ્માવતી નામની એક દીકરી છે.
...૬૪૨ (તેણે યૌવન કાળમાં પ્રવેશ કર્યો છે) ઉત્તમ રાજકુમારને જીવનસાથી બનાવવા માટે રાજકુંવરી ત્રણે કાળદેવની પૂજા કરે છે. તે પૂજા કરી આરાધ્ય દેવ પાસેથી સુંદર વરની માંગણી કરે છે. ૬૪૩
મારું નામ ચંપકમાલા છે. હું રાજકુમારી પદ્માવતીની દાસી છું. હું રાજકુમારીના દેવપૂજાના કાર્ય માટે પુષ્પો લઈ જાઉં છું. અનંત ગુણોનો ભંડાર કોઈ ઉત્તમ રાજકુમારજ તેમને સમજી શકશે.”...૬૪૪
આ પ્રમાણે દાસી મારી સાથે જ્યારે વાત કહી રહી હતી ત્યારે કોઈ સ્ત્રી ત્યાં આવી. ચંપકમાલને બોલાવી પોતાની સાથે લઈ ગઈ. તેણે જતાં જતાં મને કહ્યું, “તમે મહેમાન-પરોણા બની અમારા દ્વારે આવજો.”
...૬૪૫ સેનાપતિ વસંતની વાત સાંભળી રાજા અરણ્યમાં તે જિનમંદિર પાસે આવ્યા. મંદિરમાં પ્રવેશ કરતાં તેમણે એક કુતૂહલ જોયું. ત્યાં ચંપકમાલા દાસી પણ આવી હતી. તેણે વસંત સેનાપતિને મંદિરમાં અંદર પ્રવેશતાં રોકયા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org